સુરત મહાનગરપાલિકા કમિશ્નર તરીકે ચાર્જ લીધા બાદ શાલીની અગ્રવાલે રસ્તા પર નડતરરુપ અથવા ગેરકાયદે બનતાં 9 જેટલા ધાર્મિક સ્થળો દુર કરી દીધા હતા. જેમાં સોમવારે મોડી રાત્રીથી મંગળવારે વહેલી સવાર સુધી કામગીરી કરીને લંબેહનુમાન રોડ પર મેટ્રોની કામગીરી માટે નડતરરુપ એક ધાર્મિક સ્થળ ( દરગાહ) હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાએ 200 પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે રાત્રીના 12 વાગ્યે લંબે હનુમાન રોડ દરગાહ નું ડિમોલીશન કર્યું હતું. ડિમોલીશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ અધિકારી સાથે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીને પણ હાજર રખાયા હતા.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા વચ્ચે ગેરકાયદે 303 થી વધુ ધાર્મિક સ્થળો છે તેમાંથી માંડ ત્રીસેક જેટલા ધાર્મિક સ્થળ દુર કરવામાં આવ્યા છે.