૧૦૦ કરોડની સરકારી જમીન હડપ કરવાના કાંડના સૂત્રધારે પાંચ વર્ષ પહેલા પણ બોગસ દસ્તાવેજના આધારે તેના પિતાના નામે પ્રોપર્ટી કરી દીધી હતી

0

[ad_1]

સરકારી અમલદારે આપેલી ફરિયાદ અંગે રાવપુરા પોલીસે દોઢ વર્ષ પછી ગુનો દાખલ કર્યો હતો

Updated: Jan 22nd, 2023

વડોદરા, વાઘોડિયારોડ વિસ્તારમાં રૃ.૧૦૦ કરોડની બજાર કિંમત ધરાવતી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં લેન્ડગ્રેબિંંગની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ પર લીધેલા સૂત્રધાર સંજયસિંહ સામે વર્ષ – ૨૦૨૦ માં  પણ બોગસ દસ્તાવેજ બનાવી જમીન  પચાવી પાડવાનો ગુનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો.જેમાં તેણે પિતાનું નામ ખોટી રીતે પ્રોપર્ટી કાર્ડમાં ચડાવી દીધું હતું.

      વાઘોડિયારોડ ડી માર્ટ પાછળ દોઢ લાખ ફૂટથી વધુ સરકારી જમીનમાં બોગસ દસ્તાવેજોને આધારે ગણોતિયા તરીકે મહીજીભાઇ રાઠોડની એન્ટ્રી પડાવી અને કલેકટરનો બોગસ ટેનન્સી હુકમ સહિતના બનાવટી  દસ્તાવેજોને આધારે જમીન હડપ કરવાના કૌભાંડમાં પકડાયેલા  સંજયસિંહ પરમારના ડીસીબી પોલીસે ચાર દિવસના  રિમાન્ડ મેળવ્યા હતા.સંજયસિંહ સામે તા.૨૧ -૦૧ -૨૦૨૦ ના રોજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ થયો હતો.જે ગુનો પણ સબ રજિસ્ટારે  ફરિયાદ આપ્યાના દોઢ વર્ષ પછી દાખલ થયો હતો.જેની વિગત એવી હતી કે,સંજયસિંહ પરમારે અન્ય આરોપીઓ (૧) બચુસિંહ રણછોડસિંહ  પરમાર (રહે.આનંદીના મુવાડા  ગામ ,તા.સાવલી) (૨) મહેન્દ્ર અમૃતલાલ પ્રજાપતિ (રહે,કેવીટી ટાઉનશિપ,જેતલપુર રોડ) તથા (૩) જયેશ રાવજીભાઇ કાછીયા (રહે.નંદનવન સોસાયટી,આણંદ) સાથે મળીને બનાવટી દસ્તાવેજ બનાવ્યો હતો.ત્યારબાદ સંજયસિંહ  પરમારે તા.૨૧-૦૨-૨૦૧૮ ના રોજ સબ રજિસ્ટાર કચેરી વિભાગ – ૧ માં આવીને વરણામા ગામની જમીનના એક વેચાણ દસ્તાવેજની માંગણી કરી હતી.તે દસ્તાવેજ વરણામા ગામના કનુભાઇ નગીનભાઇ અમીનના રહેણાંક મકાનનો હતો.તે દસ્તાવેજના ૬ પાના કાઢી લઇ તેની જગ્યાએ બચુસિંહ  પરમારના નામનો ૧૦ પાનનો બનાવટી દસ્તાવેજ મૂકી તેના પર બનાવટી પેજીંગ સિક્કા લગાવી અસલ દસ્તાવેજ જેવી જ નકલ બનાવી હતી.તે દસ્તાવેજ સબ રજિસ્ટાર કચેરીમાં રજૂ કરીને ઇન્ડેક્સની નકલ તૈયાર  કરાવી હતી.તે નકલ પર કારકૂન અને સબ રજિસ્ટારને છેતરીને સહીઓ કરાવી લીધી હતી.અને તેની નકલ સિટિ સર્વે કચેરીમાં રજૂ કરીને સંજયસિંહે પ્રોપર્ટી કાર્ડમાં બચુસિંહ પરમારનું નામ ચડાવી દીધું હતું.ઉલ્લેખનીય છે કે, આ ગુનો દાખલ થયો ત્યારે સંજયસિંહ ન્યૂ કારેલીબાગ સત્યમ પાર્ટી  પ્લોટની સામે આવેલી આમ્રવિલા સોસાયટીમાં રહેતો  હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *