– જાન્યુઆરી- 2925 માં અલંગમાં માત્ર 10 શિપ બીચ થયા, 10 વર્ષમાં શિપની સંખ્યામાં 72 ટકાનો ઘટાડો
– અલંગમાં વર્ષ-2016 ના જાન્યુઆરી માસમાં રેકોર્ડ 36 શિપ આવ્યા બાદ છેલ્લા એક વર્ષથી શિપની સંખ્યામાં સતત ડાઉનફોલ ચિંતાજનક
ભાવનગર : ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂ એવો અલંગનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ દિવસેને દિવસે નબળો પડી રહ્યો હોય તેવું આંકડાઓ પરથી ફલિત થઈ રહ્યું છે. વર્ષ-૨૦૨૫માં અલંગના વિકાસ અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગના સુર્યોદયની વાતો તથા આશાવાદ વચ્ચે અલંગમાં ચાલુ વર્ષની શરૂઆત નબળી રહી છે. અલંગમાં છેલ્લા એક દાયકાના જાન્યુઆરી માસમાં આવતા શિપોની સંખ્યામાં ૭૨ ટકાનો ઘટાડો થયો છે.