લોજીસ્ટીક કંપનીની સિસ્ટમ હેક કરી 2648 ઓર્ડરની એન્ટ્રી ઉભી કરાઈ

0

[ad_1]

મીસો કંપનીને મળેલા ઓર્ડર હજીરા પલસાણા હાઇવેની એક્સપ્રેસ બીજ બીઝીબી કંપનીએ પીકઅપ કે ડિલિવર કર્યા નહોતા છતાં એન્ટ્રી પડી

ત્રણ દિવસમાં મળેલા ઓર્ડરને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવર કર્યા હોવાનું સિસ્ટમમાં બતાવ્યું હતું

Updated: Jan 25th, 2023

– મીસો કંપનીને મળેલા ઓર્ડર હજીરા પલસાણા હાઇવેની એક્સપ્રેસ બીજ બીઝીબી કંપનીએ પીકઅપ કે ડિલિવર કર્યા નહોતા છતાં એન્ટ્રી પડી

– ત્રણ દિવસમાં મળેલા ઓર્ડરને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવર કર્યા હોવાનું સિસ્ટમમાં બતાવ્યું હતું

સુરત, : સુરતના હજીરા પલસાણા હાઇવે સોનારી સ્થિત લોજીસ્ટીક કંપનીની સિસ્ટમ હેક કરી કોઈક ભેજાબાજે 2648 ઓર્ડરની એન્ટ્રી ઉભી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.કંપનીએ ત્રણ દિવસમાં મીસો કંપનીને મળેલા ઓર્ડર લોજીસ્ટીક કંપનીએ પીકઅપ કે ડિલિવર કર્યા જ નહોતા છતાં તેને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવરી સિસ્ટમમાં હતી.

સુરતના હજીરા પલસાણા હાઇવે સોનારી સ્થિત એક્સપ્રેસ બીજ બીઝીબી લોજીસ્ટીક સોલ્યુશન પ્રા. લી. કંપની મીસો, ટાટા, મયંત્રા, એમેઝોન, ફ્લીપકાર્ટ, વન એમજી, પામેજી જેવી અલગ અલગ કંપનીને ગ્રાહક પ્રોડક્ટનો ઓર્ડર કરે તે સેલર પાસે મેળવી ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે.તે માટે ડેવલોપ કરેલી સિસ્ટમ હેઠળની એક એપ મારફતે કુરીયર બોય કુરીયર સ્કેન કરી મેળવીને કંપનીની બ્રાન્ચ ઓફિસમાં આપે પછી તેની એન્ટ્રી સિક્યુરિટી ગાર્ડ રજીસ્ટરમાં કરે છે અને બાદમાં તે કુરીયર સચીન ઓફિસે આવ્યા બાદ ફરી સ્કેન કરી પીનકોડ વાઇઝ અલગ અલગ બેગો બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે.તેની તમામ માહિતી લોજીસ્ટીક કંપનીની પુના સ્થિત ઓફિસે ઓનલાઈન જોઈ શકાય છે.


દરમિયાન, ગત 9 જુલાઈ, 2022 ના રોજ પુનાની ઓફિસથી સુરત ઓફિસના એસોસીએટ મેનેજર ગુલશનપાલ યસપાલ ભાસીનને જાણ કરાઈ હતી કે મીસો કંપનીના 2648 ઓર્ડર કસ્ટમરને મળ્યા નથી પણ સિસ્ટમમાં તેની ડિલિવરી થયાનું દેખાય છે.આથી તેમણે ચેક કર્યું તો 6 થી 9 જુલાઈ સુધીમાં કુલ 2648 ઓર્ડર મીસો કંપનીને મળ્યા હતા પણ ઓર્ડરની પ્રોડક્ટ કંપનીએ પીકઅપ કે ડિલિવર કર્યા જ નહોતા છતાં તેને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવર કર્યા હોવાનું સિસ્ટમમાં બતાવ્યું હતું.કોઈકે કંપનીની સિસ્ટમ હેક કરીને ઓર્ડરની એન્ટ્રી ઉભી કરી હોવાની આશંકાને આધારે એસોસીએટ મેનેજર ગુલશનપાલ યસપાલ ભાસીને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી.તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજરોજ અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડીયા કરી રહ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *