ફૂટપાથ પરથી મળી આવેલા પોલીસ જવાનની તપાસ શરૃ

0

[ad_1]

પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે

Updated: Jan 28th, 2023

 વડોદરા,પ્રતાપ નગર બ્રિજ નજીકના ફૂટપાથ પર દારૃનો નશો કર્યા જેવી હાલતમાં મળી આવેલા ટ્રાફિક પોલીસ જવાનના કિસ્સાની તપાસ શરૃ કરવામાં આવી છે.પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગઇકાલે બપોરે પ્રતાપ નગર બ્રિજ  પાસે ફૂટપાથ પર  ટ્રાફિકનો એક પોલીસ જવાન સૂતેલી હાલતમાં મળી આવ્યો હતો.જેનો વીડિયો પણ લોકોએ ઉતાર્યો હતો.એક વાગ્યે ડયૂટિ પૂરી કરીને આ પોલીસ  જવાને દારૃનો નશો કર્યો હોવાથી  ભાન ભૂલીને ફૂટપાથ  પર જ સૂઇ ગયો હોવાની ચર્ચા થઇ રહી છે.ત્યારે ડીસીપી ટ્રાફિક દ્વારા આ બનાવની તપાસ શરૃ કરવામાં આવી છે.અને આવતીકાલે પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી  હાથ ધરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *