ભાવોને અંકુશમાં લેવા સરકાર 30 લાખ ટન ઘઉં છૂટા કરશે

0

[ad_1]

  • આગામી માર્ચ મહિનાથી નવી કાપણી સિઝનની શરૂઆત થશે
  • આગામી સપ્તાહે પ્રથમ સેલ ટેન્ડર ઓપન કરવામાં આવે તેવી અપેક્ષા
  • ઉત્તર ભારતીય બજારોમાં ઘઉંનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 31-32 પર જોવા મળી રહ્યો

કેન્દ્ર સરકારે તેની પાસે સંગ્રહિત જથ્થામાંથી 30 લાખ ટન ઘઉંના જથ્થાને ઓપન માર્કેટમાં વેચાણ માટેનો નિર્ણય લીધો છે. સરકાર સ્પેશિયલ ઓપન માર્કેટ સેલ સ્કીમ(ઓએમએસએસ) હેઠળ આમ કરીને ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરશે. સત્તાવાર નિવેદન મુજબ ખાસ ઓએમએસએસ હેઠળ વેચવામાં આવનાર ઘઉં ફ્લોર મિલ માલિકોને વેચવામાં આવશે. જેમણે જાહેર જનતાને રૂ. 29.50 પ્રતિ કિગ્રાથી ઊંચા ભાવે લોટનું વેચાણ કરી શકશે નહીં. સરકારી યોજના મુજબ ફૂડ કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા તરફથી ફ્લોર મિલ્સ તથા બલ્ક બાયર્સને ઈ-ઓક્શન મારફતે ઘઉંનું વેચાણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ખરીદાર 3,000 ટનથી વધુ જથ્થાનું વેચાણ કરવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ઘઉંની ઓફ્ર કરવામાં આવશે. આ ચેનલ્સ ઉપરાંત ઈ-ઓક્શન સિવાય જાહેર સાહસો અથવા સહકારી સંસ્થાઓ અથવા ફેડરેશન્સ, કેન્દ્રીય ભંડાર, એનસીસીએફ્, નાફેડ વગેરે મારફતે રૂ. 2,350 પ્રતિ ક્વિન્ટલના રાહત ભાવે ઘઉં ઓફર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સરકારી અનાજ ભંડારોમાંથી ઘઉં છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં ઉત્તર ભારતીય બજારોમાં ઘઉંનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 31-32 પર જોવા મળી રહ્યો છે. જે 2023-24 માર્કેટિંગ સિઝન માટે નિર્ધારિત કરવામાં આવેલા રૂ. 21.25 પ્રતિ કિગ્રાના લઘુતમ ટેકાના ભાવ(એમએસપી) કરતાં 50 ટકા પ્રીમિયમ સૂચવે છે. એકવાર સરકાર તરફથી વેચાણ શરૂ થશે એટલે કોમોડિટીના ભાવમાં તરત જ રૂ. 2 પ્રતિ કિગ્રાનો ઘટાડો જોવા મળશે તેમજ લોટના ભાવ પર પણ તેની અસર પડશે એમ ટ્રેડર જણાવે છે. તેમના કહેવા મુજબ મોટાભાગનો ઘઉંનો જથ્થો પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં રહેલો છે. જ્યાંથી લોટ ઉત્પાદક મિલર્સને ઘઉંનું વેચાણ થશે. તેમના મતે આગામી સપ્તાહે પ્રથમ સેલ ટેન્ડર ઓપન કરવામાં આવે તેવી અપેક્ષા છે. સરકારી ડેટા મુજબ 1 જાન્યુઆરી 2023ના રોજ સરકારી પુલમાં 1.717 કરોડ ટન ઘઉંનો જથ્થો પડેલો હતો. જે બફ્રની જરૂરિયાત કરતાં તેમજ વ્યૂહાત્મક રિઝર્વ જરૂરિયાત કરતાં 24.4 ટકા વધુ હતો. આગામી માર્ચ મહિનાથી નવી કાપણી સિઝનની શરૂઆત થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *