બજેટમાં કેપેક્સ ગ્રોથને લઈ સરકાર મધ્યમ વલણ અપવાને તેવી શક્યતા

0

[ad_1]

  • પ્રાઈવેટ સેક્ટર તરફ્થી મૂડી ખર્ચમાં રિકવરી જોતાં સરકારની વિચારણા
  • છેલ્લા વર્ષોમાં કોર્પોરેટ ક્ષેત્રે તેમના લેવરેજિંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો
  • કોવિડ અગાઉના સ્તરની સરખામણીમાં 53 ટકા વૃદ્ધિ દર્શાવે છે

કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ થનારા નવા નાણાવર્ષ 2023-24 માટેના બજેટમાં મૂડી ખર્ચ(કેપિટલ એક્સ્પેન્ડિચર)ને લઈને છેલ્લા બે બજેટમાંનું આક્રમક વલણ છોડે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ માટેના કારણોમાં સતત બે વર્ષોથી સરકાર તરફ્થી ઊંચા મૂડી ખર્ચ ઉપરાંત પ્રાઈવેટ સેક્ટર તરફથી જોવા મળી રહેલી મજબૂત કેપેક્સ રિકવરી છે. ચાલુ નાણાવર્ષ 2022-23 માટે કેન્દ્રીય યુનિયન બજેટે રૂ. 7.5 લાખ કરોડના કેપેક્સનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. જે અગાઉના નાણાવર્ષ 2021-22 માટેના રૂ. 5.54 લાખ કરોડના કેપેક્સ ટાર્ગેટની સરખામણીમાં 35.4 ટકા ઊંચો હતો. 2021-22માં મૂકવામાં આવેલો અંદાજ પણ અગાઉના વર્ષ 2020-21ના રૂ. 4.12 લાખ કરોડના કેપેક્સ અંદાજ કરતાં 34.5 ટકા ઊંચો હતો. જેને જોતાં આગામી વર્ષ માટેનો મૂડી ખર્ચ વૃદ્ધિનો અંદાજ નીચો જોવા મળી શકે છે. સરકારી વર્તુળોના મતે 2023 બજેટમાં નાણાપ્રધાન કેપેક્સ ખર્ચમાં 25 ટકા વૃદ્ધિનો અંદાજ જાળવી શકે છે. જે આગામી વર્ષે કુલ મૂડી ખર્ચ અંદાજને રૂ. 9.5 લાખ કરોડ પર લઈ જઈ શકે છે. જો નાણાપ્રધાન આગામી બજેટમાં રૂ. 10 લાખ કરોડના મૂડી ખર્ચ આંકને પાર કરે તો પણ ટકાવારીમાં વૃદ્ધિની રીતે તે પાછલા બે બજેટ કરતાં નીચો રહેશે. કોઈપણ સ્થિતિમાં 30 ટકાથી ઊંચા કેપેક્સ વૃદ્ધિ દરની શક્યતા નહીં હોવાનું વર્તુળો જણાવે છે.

સરકાર અને સ્વતંત્ર એજન્સીઝ તરફથી ટ્રેક કરવામાં આવતાં ડેટા મુજબ પ્રાઈવેટ સેક્ટર તરફથી કેપેક્સમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. જેને જોતાં સરકાર નવા બજેટમાં કેટલી મૂડી ખર્ચ વૃદ્ધિ રાખવી તે અંગે ચર્ચા-વિચારણા કરી રહી છે. ટોચના નીતિઘડવૈયાઓ જાહેરમાં કેપેક્સમાં ધીમી વૃદ્ધિને લઈને નિવેદન કરી ચૂક્યા છે. આ માટે તેઓ પ્રાઈવેટ સેક્ટર તરફથી જોવા મળી રહેલા પ્રોત્સાહક કેપેક્સ રિકવરીનું કારણ આપી રહ્યાં છે. ખાનગી ક્ષેત્ર તરફથી ખર્ચમાં વૃદ્ધિ પાછળના કારણોમાં માગમાં રિવાઈવલ ઉપરાંત બેલેન્સ શીટ સંબંધી સમસ્યાઓનું દૂર થવું જવાબદાર છે. છેલ્લા વર્ષોમાં કોર્પોરેટ ક્ષેત્રે તેમના લેવરેજિંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. ગયા મહિને સંસદના શિયાળુ સત્રમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડી ખર્ચમાં સુધારો જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે તે 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે કોવિડ અગાઉના સ્તરની સરખામણીમાં 53 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટીવ(પીએલઆઈ) યોજનાને મજબૂત પ્રતિભાવ સાંપડયો છે. તાજેતરમાં ચીફ્ ઈકોનોમિક એડવાઈઝર વી અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું કે ચાલુ નાણાવર્ષ દરમિયાન એપ્રિલ-સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન પ્રાઈવેટ સેક્ટરમાં રૂ. 3 લાખ કરોડનું કેપેક્સ જોવા મળ્યું છે. જે વાર્ષિક ધોરણે 20-30 ટકા વૃદ્ધિ સૂચવે છે. આ અગાઉ તેમણે જણાવ્યું હતું કે નીતિ ઘડવૈયાઓએ હવે એ નક્કી કરવાનું રહેશે કે પબ્લિક-સેક્ટર ઇન્વેસ્ટમેન્ટને અત્યારની ઝડપે જ વધારવું છે કે પછી અર્થતંત્રમાં કેપિટલ ફોર્મેશનના મુખ્ય એન્જિન તરીકે પ્રાઈવેટ સેક્ટરને ટેક ઓવર કરવા દેવું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *