સરકાર ઈન્કમ ટેક્સમાં કરી શકે છે નવા સ્લેબ સહિતના મોટા ફેરફાર

0

[ad_1]

નવી દિલ્હીઃ બજેટ 2023-24ની રજૂઆતની તારીખ નજીક આવતાની સાથે જ નવા અને જૂના ટેક્સ સ્લેબ અંગેની ચર્ચાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે. જૂની કર વ્યવસ્થામાં મુખ્યત્વે ત્રણ સ્લેબ છે – 5 ટકા, 20 ટકા અને 30 ટકા. આમાં, તેનો મહત્તમ દર 30 ટકા ટેક્સ 10 લાખથી વધુની વાર્ષિક આવક પર લાગુ થાય છે. તેમજ હાલની હયાત નવી કર વ્યવસ્થા હેઠળ, સરકારે 6 ટેક્સ સ્લેબ બનાવ્યા છે, જેમાં 5%, 10%, 15%, 20%, 25% અને 30%નો સમાવેશ થાય છે. તેનો 30 ટકાનો સૌથી ઉપલો ટેક્સ સ્લેબ 15 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકો પર લાગુ પડે છે.

આ પણ વાંચોઃ  Budget 2023: આ ફિસ્કલ ડેફિસિટ શું છે અને તેની તમારા પર શું અસર પડે છે?

નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ જે લોકો તેનો વિકલ્પ પસંદ કરે છે તેમને બીજી ઘણી ટેક્સ છૂટનો લાભ મળતો નથી. આ જ કારણ છે કે નવી ટેક્સ સિસ્ટમ લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં માત્ર 5 લાખ કરદાતાઓએ જ તેનો વિકલ્પ પસંદ કર્યો છે. જ્યારે કરદાતાઓની કુલ સંખ્યા 7.5 કરોડથી વધુ છે.

સરકારના ધ્યાને પણ આ બાબત આવી હોય તેવું લાગી રહ્યું છે કે કારણ કે પ્રાપ્ત અહેવાલો મુજબ નાણા મંત્રાલય નવી ટેક્સ સિસ્ટમની સમીક્ષા કરી રહ્યું હોવાના અહેવાલો છે. આવી સ્થિતિમાં, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા અઠવાડિયે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે, ત્યારે આપણે આ ઓછી લોકપ્રિય અને કર રાહત વિનાની નવી કર પ્રણાલીમાં કેટલાક ફેરફારો જોઈ શકીએ છીએ.

આ પણ વાંચોઃ રોકાણ અને લગ્નની વાત આવે ત્યારે મોટાભાગે લોકોને વિરોધાભાષ આકર્ષે, તમારી સાથે પણ આવું જ થયું છે?

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, નવી વ્યક્તિગત આવકવેરા પ્રણાલીમાં ફેરફારોને લઈને સરકારે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણી લાંબી બેઠકો યોજી છે. આમાં તે મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, જેના દ્વારા આ નવી ટેક્સ સિસ્ટમને વધુ લોકપ્રિય બનાવી શકાય છે. 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કરતી વખતે આ પગલાંની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Tax Saving: 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસ FD કે NSC, વધુ ફાયદા માટે શેમાં રોકાણ કરાય?

જે ફેરફાસ સૌથી વધુ ચર્ચામાં તેમાં નવી સિસ્ટમમાં થોડા વધુ ટેક્સ સ્લેબ ઉમેરવાનો સમાવેશ થાય છે. આનાથી ઘણા કરદાતાઓ માટે ટેક્સના દર ઓછા થઈ શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય વીમા અને હાઉસિંગ લોનના મામલામાં મર્યાદિત છૂટ આપવાના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટેક્સ માટેની લઘુત્તમ આવક મર્યાદાને 2.5 લાખ રૂપિયાથી વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

સરકારનો હેતુ આ ફેરફારો દ્વારા ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને લોકપ્રિય બનાવવાનો છે. ટેક્સ નિષ્ણાતોના મતે, જૂના ટેક્સ શાસનમાં તમામ કપાતનો દાવો કર્યા પછી, ઘણા કરદાતાઓની કર જવાબદારી ઓછી છે. આ જ કારણ છે કે તેઓ નવી સિસ્ટમ નથી અપનાવી રહ્યા. તેઓ લોકોને સરળ સિસ્ટમ પસંદ કરવા અને અંતે કર કપાત દૂર કરવા પ્રોત્સાહિત કરવા માટે ટેક્સ સ્લેબના દરો વધારવાનો પ્રસ્તાવ મૂકે છે. જો કે, તેનાથી સમગ્ર કર પ્રણાલી વધુ જટિલ બની શકે છે અને નોકરીદાતાઓ, કર્મચારીઓ અને કર વિભાગ પર તેનાથી વહીવટી બોજ વધી શકે છે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Budget 2023, Business news, FM Nirmala sitharaman, Income tax slab

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *