લગ્નની લાલચ આપીને ગઠિયાઓ વિધુર પાસેથી 50 હજાર ઠગી ગયા

0

[ad_1]

  • રાજકોટમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • ચાર શખ્સોએ વિધુરને લગ્નની લાલચ આપી ફસાવ્યા
  • ચાર શખ્સોએ વિધુરને ભોળવી 55 હજાર પડાવી લીધા

છેલ્લા કેટલાંક સમયથી ઠગાઇ અને ઓનલાઈન છેતરપિંડીના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક વિધુર પણ ઠગાઇનો ભોગ બન્યા છે. કેટલાંક શખ્સોએ મહિલાને હથિયાર બનાવી લગ્નની લાલચ આપી અને વિધુરે 50 હજારથી વધુની રકમ ગુમાવવી પડી. આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

રાજકોટના આનંદનગરમાં રહેતા વિધુર જયેશ ગોરધનભાઈ ડોડીયાએ જાનકી, સોનલ પટેલ, જીતુ અને એક અજાણ્યા શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે 5 માસ પૂર્વે સોનલ સાથે પરિચય થયો હતો. તેણીએ એક છોકરીનું સગપણ કરવાનું છે તેમ કહી મળવાનું કહેતા મે ઘરે બોલાવી હતી ત્યારે જાનકી નામની યુવતી સાથે આવી હતી તેના એક બે દિવસમાં છૂટાછેડા થવાના છે તેવી વાત કરતા હતા ત્યારે બે શખશો ઘુસી ગયા હતા અને મને મારકૂટ કરી જાનકી સાથે મારાં ફોટા પાડી મારાં શેઠની કારની ચાવી પડાવી લીધી હતી અને કારમાં બેસાડી મારકૂટ કરી લોથળા લઈ ગયા હતા. ત્યાં 3 લાખ માંગી ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં અંતે 1 લાખમાં નક્કી કર્યું હતું.

તે પછી એટીએમથી 50 હજાર અને ઘરે આવીને 5 હજાર પડાવી લીધા હતા અને બાકીના 45 હજાર બે દિવસમાં નહીં આપે તો ડબલ થઇ જશે અને ફોટા વાયરલ કરી નાખશે તેવી ધમકી આપતાં અંતે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *