અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું પરંતુ માહોલ હિલસ્ટેશન જેવો

0

[ad_1]

  • રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમા ભારે પલટો આવ્યો
  • વરસાદી માહોલના કારણે રાજ્યના તમામ શહેરોનું લઘુતમ તાપમાન ઊંચકાયું
  • નલિયામાં 6.8 ડિગ્રી, અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14.3 ડિગ્રી

રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમા ભારે પલટો આવ્યો છે, જેના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. શનિ અને રવિવારના રોજ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યારે આજે સોમવારે સતત વાદળો ઘેરાયેલા રહ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળો અને ગાઢ ધુમ્મસ છવાતાં બપોર સુધી હિલ સ્ટેશન જેવા દૃશ્યો સર્જાયાં હતા. વાદળો અને વરસાદી માહોલના કારણે રાજ્યમાં બે દિવલથી ઠંડીનું જોર પણ ઘટી ગયું છે.

અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ હતુ જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધુ નોંધાયુ હતુ. બીજી તરફ મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી રહ્યુ હતુ જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી નીચુ નોંધાયુ હતુ. મહત્તમ તાપમાનનો પારો ગગડતાં શહેરમાં દિવસ દરમિયાન ઠંડક રહી હતી. કચ્છના નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયુ હતુ જ્યારે પાટનગર ગાંધીનગરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *