ઓટો એક્સ્પો-23માં લોન્ચ થશે સૌથી પહેલું સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીકલ સ્કુટર

0

[ad_1]

મુંબઈની કંપનીએ 2 વર્ષની મહેનત બાદ કર્યું નિર્માણ

Updated: Jan 13th, 2023

અમદાવાદ, 13 જાન્યુઆરી 2023  

2023ના ઓટો એક્સ્પોમાં 30થી વધારે ઈવી કંપનીઓ ભાગ લેવાની છે, જેનું આયોજન ખુબ મોટા પાયા પર થવાનું છે. આ ઓટો એક્સ્પોમાં દુનિયાના પહેલા સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીકલ સ્કૂટર પણ પ્રસ્તુત થશે જે જોવા માટે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

ઓટો એક્સ્પો 2023: વર્ષ 2019માં પહેલીવાર સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીકલ સ્કુટર વિશે જાણકારી આપવામાં આવી હતી, ત્યારે આ વખતે વર્ષ 2023ના ઓટો એક્સ્પોમાં તેને ઓફિશ્યલી લોન્ચ કરવામાં આવશે. આ સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીકલ સ્કુટરને મુંબઈની લિગર મોબીલીટી કંપનીએ બનાવ્યું છે. આ કંપની દ્વારા વર્ષ 2019ના ઓટો એક્સ્પોમાં તેના પ્રી-પ્રોડક્શન પ્રોટોટાઈપને કંપનીએ પ્રેઝન્ટ કર્યું હતું અને હવે 2023માં તેને ઓફિશ્યલી લોન્ચ કરવામાં આવશે. ચાલો જાણીએ તેના ફીચર અને તેની સાથે જોડાયેલી અમુક વાતો. 

સેલ્ફ બેલેન્સિંગ સ્કુટરની ખાસિયત:
આનું  નિર્માણ લિગર મોબીલીટી દ્વારા કરવામાં આવ્યું છે, જે એક નવું સ્ટાર્ટ અપ છે. આ સ્કુટરના લોન્ચથી 2 વ્હીલરની દુનિયામાં નવી ક્રાંતિ આવવાની સંભાવના છે. આ સ્કુટરની ખાસ વાત એ છે કે તે સ્ટેન્ડ વગર ઉભું રહી શકશે એટલે કે તે સેલ્ફ બેલેન્સ કરશે, અને તેથી જ તેને ચાલવતા સમયે પડવાની બીક પણ ઓછી થઇ જશે. 

વોઈસ કમાન્ડથી ચાલશે આ સ્કુટર:
આ સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીકલ સ્કુટર વોઈસ કમાંડને પણ ફોલો કરશે. જેને તમે વોઈસ કમાન્ડ આપીને ક્યાંય પણ પાર્ક કરી શકશો. હજુ સુધી દેશમાં વોઈસ કમાન્ડ ફીચર વાળું કોઈ પણ સ્કુટર આવ્યું નથી એટલે આ સ્કુટર માર્કેટમાં ધુમ  મચાવશે તેવી આશા રહેલી છે. 

સેલ્ફ બેલેન્સિંગ સ્કુટરને બનતા લાગ્યો આટલો સમય:
લિગર મોબીલીટીએ ઘણા રીસર્ચ અને પ્રોટોટાઈપના અંતે પુરા 2 વર્ષની મહેનત બાદ તેનું નિર્માણ કર્યું છે. જેમાં સેલ્ફ બેલેન્સિંગ ટેકનીકનો ઉપયોગ થયો છે, તેની બીજી ખૂબીઓ ઓટો એક્સ્પો 2023માં સામે આવશે. 

આવી રીતે કામ કરશે આ સ્કુટર:
સેલ્ફ બેલેન્સિંગ ઈલેક્ટ્રીકલ સ્કુટરમાં સેલ્ફ બેલેન્સિંગ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જેના ફ્રેમ સતત એક્ટીવ રહે છે, તેની સાથે જ ઈલેક્ટ્રીકલ મોટર અને સેન્સર પણ જોડાયેલા છે જે સ્પીડ અને સ્કુટર જુકે તો તેના એન્ગલને તરત પારખી જાય છે અને તે સેન્સરોનો ઉપયોગ કરીને તેની જાણ તેના આગળના 2 વ્હીલને કરે છે જેનાથી સ્કુટર સેલ્ફ બેલેન્સ કરે છે.   

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *