આશરે બે માસ પૂર્વે બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરી ૧૫ લાખ ખંખેર્યાં હતા
દાહોદના સંજેલીમાં ઠંડાપીણાની દુકાન ધરાવતા શખ્સને ઝડપી લીધો, મુખ્ય સુત્રધારોને પકડવા તપાસનો ધમધમાટ
સીબીઆઈ, પોલીસની ખોટી ઓળખ અને ઈડી, સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર મોકલી ડરાવીને છેતરપિંડી આચરી હતી
ભાવનગર: ભાવનગર શહેરમાં આશરે બે માસ પૂર્વે એક બિલ્ડરના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું કહી નકલી પોલીસ અને સીબીઆઈની ઓળખ આપી, ઈડી અને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર મોકલી બિલ્ડરને ડિઝિટલ અરેસ્ટ કરી રૂ.૧૫ લાખ ખંખેર્યાંનો બનાવ બન્યો હતો. ભાવનગરમાં ડિઝિટલ અરેસ્ટના બનેલા આ પ્રથમ બનાવના પ્રથમ આરોપીને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.