રસ્તા બનાવવા જુની પ્રણાલીમાંથી બહાર નહીં આવતા ઈજનેર અધિકારીઓનો ઉધડો લેવાયો

0


  • AMC કમિશનર AMCના મધ્ય ઝોનના ઈજનેર અધિકારી પર બગડ્યા
  • લાખોનો ખર્ચ કર્યા પછીયે સમસ્યા યથાવત રહેતાં કમિશનરની નારાજગી
  • Leagacyમાંથી બહાર આવવા અને ક્વોલિટી રોડ બનાવવા પર ભાર

અમદાવાદમાં રોડ – રસ્તા બનાવવાની પરંપરાગત અને જૂની- પુરાણી પદ્ધતિ Leagacyમાંથી બહાર આવીને ક્વોલિટી રોડ બનાવવા પર ભાર મૂકીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેન્નારસને AMCના એન્જિનીયરિંગ વિભાગના વડા અને પાણીના પોલ્યુશન નિવારવા માટે લાખોનો ખર્ચ કરવા છતાં ફરિયાદો યથાવત રહેવા મામલે મધ્ય ઝોનના ઈજનેર અધિકારીનો ઉધડો લીધો હતો.

તાજેતરમાં રીવ્યુ મીટિંગમાં કમિશનર થેન્નારસને જણાવ્યું હતું કે, શહેરમાં રોડ અને ફુટપાથના લેવલ કરવા, ક્વોલિટી રોડ બનાવવા પર વારંવાર ટકોર કરવા છતાં રોડ- રસ્તાના કામોમાં સુધારો જોવા મળતો નથી. મ્યુનિ. ઈજનેર અધિકારીઓ જૂની પ્રણાલીમાંથી બહાર આવતા નથી અને જૂની કાર્યપદ્ધતિને તિલાંજલિ આપીને નવી કાર્ય પ્રણાલીને અપનાવીને રોડના ક્વોલિટી કામ થતા ન હોવાને ગંભીરતાથી લઈને AMCના એન્જિનીયરિંગ- રોડ અને બ્રિજ વિભાગના વડાને ખખડાવ્યા હોવાનું જાણવા મળે છે. શહેરમાં હજુ સુધી રોડની કામગીરી બરાબર થતી ન હોવા અંગે AMC કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરીને રસ્તા, ફુટપાથના લેવલિંગ, મેનહોલ અને ગટરના ઢાંકણાના લેવલિંગ વગેરે કામગીરી યોગ્ય અને વ્યવસ્થિત કરવા તેમણે તાકીદ કરી હતી.

મધ્ય ઝોનમાં પોલ્યુશનની ફરિયાદોને ધ્યાનમાં લીને પાણી, ડ્રેનેજની લાઈનો નાંખવા માટે એક જ સ્થળ માટે લાખોનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પોલ્યુશનની ફરિયાદો ઉઠવાને પગલે ફરીથી એ જ જગ્યાએ લાઈનો બદલવા સહિતની કામગીરી કરવામાં આવતી હોવાની બાબતે મધ્ય ઝોનના ઈજનેર અધિકારીનો ઉધડો લીધો હતો. મ્યુનિ. કમિશરને કહ્યું કે, કોઈપણ જગ્યાએ પોલ્યુશન કે અન્ય સમસ્યા સર્જાયા પછી તે માટે લાખોના ખર્ચે પાણી- ગટરની લાઈનો બદલ્યા પછી ફરીથી એ જ જગ્યાએ પોલ્યુશનની ફરિયાદો કેમ જોવા મળે છે અને તે માટે ફરીથી કેમ લાખોનો ખર્ચ કરવામાં આવે છે ? એકની એક જગ્યા માટે બબ્બેવાર કામગીરી કેમ કરવામાં આવે છે ? તેવો વેધક પ્રશ્ન કરતાં ઈજનેર અધિકારી કોઈ જવાબ આપી શક્યતા નહોતા. વાસ્તવમાં સમસ્યા ઉકેલવા લાખોનો ખર્ચ કરાયા પછી બીજીવાર ત્યાં કોઈ સમસ્યા ન સર્જાવી જોઈએ.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *