કુતિયાણાના ટેરી ગામ નજીક દારૃ ભરેલો ટ્રક મૂકી ડ્રાઇવર, ક્લીનર અંધારામાં ઓગળી ગયા

0

[ad_1]

Updated: Jan 21st, 2023


શંકાસ્પદ ટ્રકનો પોલીસે પીછો કરતા

ટ્રકમાંથી ચોખાના બાચકાંની આડમાંથી મળી આવી અંગ્રેજી દારૃની ૨૩૬૪ બોટલો ઃ દારૃટ્રક સહિત ૧૫ લાખનો મુદ્દામાલ કબજે

પોરબંદર :  પોરબંદરના કુતિયાણાના ટેરી ગામ નજીક દારૃ ભરેલો ટ્રક મુકી
બે શખ્સો નાસી અંધારામાં ઓગળી ગયા હતા. પોલીસે ચોખાના બાચકાની આડમાંથી વિદેશી દારૃ
૨૩૬૪ બોટલ કબ્જે કરીને કુલ ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને અંધારામાં
નાસી છુટેલા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કુતિયાણા પોલીસની ટીમ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે
ટેરી ગામથી ટેરી ગામના પાટીયા તરફ રોડ પર જતા હતા દરમિયાન ટેરી ગામનાં પાટીયા
તરફથી એક આઈસર ટ્રક આવતા શંકા જતા તેને રોકવાની કોશિષ કરતા રોકાયેલ નહિ અને ટેરી
ગામ જતા રસ્તે ભાગી ગયેલ જેથી રોકી યુ ટર્ન મારી તેનો પીછો કરતા આઈસર ચાલક ટેરી
ગામથી આગળ ખુનપુર જતા ટી પોઇન્ટ નજીક જઇ પોતાનો આઇસર ટ્રક રોકી ડ્રાઇવર તથા ક્લીનર
એમ બે જણા બન્ને સાઇડના દરવાજા ખુલ્લા મુકી રોડની સાઇડમાં ખેતરોમાં અંધારામાં નાસી
ગયા હતા.

જેથી પોલીસે આઈસરની અંદર તપાસ કરતા ચોખા ભરેલા બાચકા નજરે
ચડયા હતા. અને બાચકાની આડમાં વિદેશી દારૃના ૧૯૭ બોક્સ કે જેમાંથી વિદેશી દારૃની
૨૩૬૪ બોટલ (કિંમત રૃા. ૯
,૩૧,૭૦૦)ની મળી આવી
હતી તથા ચોખાના ૨૧ બાચકા મળી આવ્યા હતા તે ઉપરાંત ટ્રક મળી કુલ રૃા. ૧૫
,૪૭,૪૯૦નો મુદ્દામાલ
પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. અને અંધારામાં નાસી છુટેલા શખ્સોની શોધખોળ
હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *