ચીનની 40 ટકા વસ્તી કોરોના પોઝિટિવ બની, આવનારા દિવસો વધુ કપરા

0

[ad_1]

  • છેલ્લા એક મહિનામાં વસ્તીનો મોટો હિસ્સો કોવિડથી સંક્રમિત થયો
  • બેઇજિંગની 2 કરોડ લોકોની વસ્તીમાંથી 80 ટકા લોકો કોરોના સંક્રમિત
  • ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક: યુનલોંગ

ચીનની 1.4 અબજની વસ્તીમાંથી લગભગ 40 ટકા લોકો કોવિડથી સંક્રમિત થવાની આશંકા છે. છેલ્લા એક મહિનામાં વસ્તીનો મોટો હિસ્સો કોવિડથી સંક્રમિત થયો છે, એવું માનવામાં આવે છે કે, આગામી અઠવાડિયામાં લગભગ 1.1 અબજ લોકો કોવિડનો શિકાર બની શકે છે. દેશમાં કોવિડ મૃત્યુની સંખ્યા અંગે મતભેદ હજુ પણ છે. પરંતુ તબીબી નિષ્ણાતો માને છે કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ચીને 7મી ડિસેમ્બરે ઝીરો કોવિડ પોલિસી હળવી કરી હતી. ત્યારથી અહીં સ્થિતિ બેકાબૂ બની છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં કોવિડને કારણે દરરોજ 9000 મોત થઈ રહ્યા છે. જ્યારે સત્તાવાર આંકડામાં આ રોગચાળાને કારણે માત્ર 5200 લોકોના મોત થયા છે.

બેઇજિંગની 2 કરોડ લોકોની વસ્તીમાંથી 80 ટકા લોકો કોરોના સંક્રમિત

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજધાની બેઇજિંગની 2 કરોડ લોકોની વસ્તીમાંથી 80 ટકા અને શાંઘાઈની 3 કરોડ વસ્તીમાંથી 70 ટકા લોકો અત્યાર સુધીમાં કોવિડથી પ્રભાવિત થયા છે. અન્ય શહેરોમાં પણ આ આંકડો 50 ટકાથી ઉપર પહોંચી ગયો છે. ચીનના કોવિડના નિષ્ણાત અને સીડીસીના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ઝેંગ ગુઆંગના જણાવ્યા અનુસાર, મોટાભાગના શહેરોમાં કોવિડથી 50 ટકા લોકો સંક્રમિત અને મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો હતા. ચીની નિષ્ણાતે અંદાજ લગાવ્યો છે કે લગભગ 50 લાખ કોવિડ દર્દીઓ એવા છે જેઓ ગંભીર છે અને તેમને યોગ્ય સારવાર મળી રહી નથી. લંડનની એક સંસ્થા પ્રમાણે કોવિડને કારણે દેશમાં દરરોજ નવ હજાર લોકોના મોત થઈ રહ્યા છે.

ચીને વેરિઅન્ટને હળવાશથી લીધો

પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ અને સહાયક પ્રોફેસર સાઓ યુનલોંગ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક છે અને ચીનમાં તેને હળવાશથી લેવામાં આવ્યો હતો. તેમના મતે ઓમિક્રોન BA.1 હળવો હતો પરંતુ તેનું BA.5 ચીનમાં સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યું છે. મંગળવારે, સીડીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે તે દિવસે 4804 નવા કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *