ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે.જેમાં વર્ષ 2021થી અત્યાર સુધી 150થી વધુ કેમ્પ કર્યા હતા આ કેમ્પો ઉત્તર ગુજરાત અને અમદાવાદના ગામડાઓમાં યોજાયા હતા,પોલીસ તપાસમાં ચૌંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,જેમાં સરેરાશ 20 જેટલા દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હતા, પોલીસને તપાસમાં ઓપરેશનની 30 જેટલી સીડી મળી આવી છે.
રોજ કરાતા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2-3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો છે.ખ્યાતિ હોસ્પિટલમાં 7 ઓપરેશનમાંથી 2-3 દર્દીઓના મોત થતા હતા તો PMJAY હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા હોવાની વાત સામે આવી છે,ખ્યાતિ હોસ્પિટલનો કાંડ દિવસેને દિવસે ચિંતા વધારી રહ્યો છે,હજી કેટલા એવા પરિવારો છે કે જેઓ ખ્યાતિકાંડને લઈ ભોગ બન્યા છે પરંતુ પોલીસ અને મીડિયાની સમક્ષ તેઓ આવ્યા નથી,નિધરાડમાં જે વ્યકિતનું મોત થયું તેના પરિવારજનોનું કહેવું છે કે,પરિજનોની મંજૂરી વગર જ એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમનું મોત થયું છે.મૃતકના પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ.એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજીના હૃદયનું પમ્પિંગ થઈ ગયું હતુ 20 ટકા.
કેસમાં રોજ નવા ખુલાસા
સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે જેમાં રોજે રોજ અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદ આસપાસના ગામોમાં પણ કેમ્પ કરવામાં આવ્યા હતા અને તેના પણ અલગ અલગ કૌભાંડ સામે આવી રહ્યા છે.
પોલીસની કાર્યવાહી ઢીલી છે
12 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતાં ગરીબોના જીવલેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠયાં છે. ખ્યાતી હોસ્પિટલમાં ગત.11 નવેમ્બરે બે દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નિપજ્યા કેસમાં તા.13ને બુધવારે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ.સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડૉ.પ્રશાંત સામે સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઇ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધુ હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મિડીયા મારફતે જાણ થઇ કે, સાંતેજમાં આવેલ ખ્યાતી હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ કાર્તિક પટેલનું છે.