સૌથી મોટા ઇન્વેસ્ટરે ગૂગલને દોઢ લાખ 'ઓવરપેઇડ' વર્કર્સની છટણી કરવા કહ્યું

0

[ad_1]

  • કંપનીમાં 12 હજાર કર્મીઓની છટણીને પિચાઈએ યોગ્ય ગણાવી
  • ક્રિસ્ટોફરના મતાનુસાર આ કર્મચારીઓ ગૂગલના ‘ઓવરપેઇડ’ વર્કર્સ છે
  • સુંદર પિચાઈને પત્ર લખીને 20% કર્મચારીઓની છટણી કરવાની સલાહ આપી

ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ તાજેતરમાં 12 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી ચૂકી છે, જે આંકડો તેના કુલ કર્મચારીઓના 6% છે. જોકે, એકસાથે આટલા બધા કર્મચારીઓની છટણી છતાં ગૂગલના રોકાણકારો સંતુષ્ટ નથી. ગૂગલના સૌથી મોટા રોકાણકાર બ્રિટિશ હેજ ફંડના ક્રિસ્ટોફર હૉને કંપનીને દોઢ લાખ કર્મચારીઓની છટણી કરવા કહ્યું છે. ક્રિસ્ટોફરના મતાનુસાર આ કર્મચારીઓ ગૂગલના ‘ઓવરપેઇડ’ વર્કર્સ છે. તેથી તેમણે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પત્ર લખીને 20% કર્મચારીઓની છટણી કરવાની સલાહ આપી છે. તેમણે પિચાઈને 20 જાન્યુઆરીએ લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ગૂગલે વર્કફોર્સ 20% ઘટાડવાની જરૂર છે : ક્રિસ્ટોફર

ક્રિસ્ટોફરે પિચાઈને પાઠવેલા પત્રમાં જણાવ્યાનુસાર ગૂગલે છેલ્લા પાંચ વર્ષમાં કર્મચારીઓની સંખ્યા બમણી કરી છે. કંપનીના મેનેજમેન્ટે તેમાંથી કમસે કમ દોઢ લાખ કર્મચારીઓ ઓછા કરવાની જરૂર છે, જેથી કંપનીના કર્મચારીઓની સંખ્યા 2021ના અંતિમ મહિનાઓની સ્થિતિએ પહોંચી શકે. તે માટે 20% કર્મચારીઓની છટણી કરવી જરૂરી છે.

આલ્ફાબેટમાં ક્રિસ્ટોફર હૉનનું 490 અબજનું રોકાણ છે

ક્રિસ્ટોફર હૉને વર્ષ 2003માં લંડન સ્થિત હેજત ફંડ ચિલ્ડ્રન્સ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજમેન્ટની સ્થાપના કરી હતી. તેમની કુલ અંદાજિત સંપત્તિ 7.9 અબજ ડોલર (અંદાજે 645 કરોડ રૂ.)ની છે. આલ્ફાબેટ કંપનીમાં તેમણે કુલ 6 અબજ ડોલર (અંદાજે 490 અબજ રૂ.)નું રોકાણ કર્યું છે. તેઓ ગત વર્ષે પોતાના માટે રોજનો 15 લાખ યૂરો પગાર જાહેર કરીને દુનિયાભરમાં ચર્ચામાં આવ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *