પાક. બીજું શ્રીલંકા બનવાના ડર વચ્ચે ચલણમાં 20 વર્ષનો સૌથી મોટો કડાકો

0

[ad_1]

  • પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે
  • પાકિસ્તાની રૂપિયો સોમવારે 10% ગગડી 262ના ઐતિહાસિક તળિયે પટકાઈ પરત ફર્યો
  • સમગ્ર દેશમાં નેશનલ ગ્રિડમાં અવરોધને કારણે વીજ સપ્લાય ખોરવાયો હતો

પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે. દેશની સ્થિતિ શ્રીલંકાની જેમ દેવાળિયા બને તેવી શક્યતા પાછળ પાકિસ્તાની ચલણમાં સોમવારે છેલ્લાં 20 વર્ષોનો સૌથી મોટો એક દિવસીય કડાકો જોવા મળ્યો હતો. જેની પાછળ ત્યાંનું ચલણ ડોલર સામે 262ના ઓલ-ટાઈમ લો પર પટકાયું હતું. જે ઈન્ટ્રા-ડે 10 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતું હતું. જોકે પાછળથી તે સુધરીને 242 આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. એક દિવસમાં જ પાકિસ્તાની રૂપિયામાં રૂ. 24નો ઘટાડો જોવા મળ્યો હતો.

છેલ્લાં કેટલાંક સપ્તાહોથી સતત કથળી રહેલી સ્થિતિ પાછળ સ્થાનિક સરકારને શ્રીલંકાની જેમ જ સ્થાનિક પ્રજા તરફ્થી બળવાની ચિંતા સતાવી રહી છે. અગાઉ શ્રીલંકામાં આર્થિક કટોકટી વખતે પ્રજાએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો હતો અને પ્રમુખે દેશ છોડવાની નોબત આવી હતી. પાકિસ્તાનમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે એમ રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે. કેમકે દેશ હાલમાં તેની આયાતની જરૂરિયાતને પૂરી કરવા માટે સંપૂર્ણપણે મિત્ર દેશો પર નિર્ભર જોવા મળે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફ્ંડે પાકિસ્તાનને આર્થિક સહાય માટે આકરી શરતો મૂકી છે. જે માનવા માટે પાકિસ્તાન સરકાર તૈયાર થઈ હોવાનું વર્તુળો જણાવે છે. જેને કારણે જ પાકિસ્તાની ચલણમાં સોમવારે તળિયાના સ્તરેથી એક બાઉન્સ જોવા મળ્યું હતું. પાકિસ્તાની વડાપ્રધાને તેઓ આઈએમએફ્ પાસેથી 6 અબજ ડોલરની લોન માટે તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે.

એક બાજુ સ્થાનિક માગ સામે સપ્લાયના અભાવને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે પાકિસ્તાની રૂપિયામાં ધોવાણને કારણે ફૂગાવો ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે. ત્યાં રિટેલ ઈન્ફ્લેશન 25 ટકા પર જોવા મળી રહ્યું છે. લોટ, ચોખા, પેટ્રોલ અને ડીઝલ જેવી તમામ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે. પાકિસ્તાન પાસે હવે માત્ર 4.1 અબજ ડોલરનું જ વિદેશી હૂંડિયામણ બચ્યું છે. ગયા સપ્તાહે સમગ્ર દેશમાં નેશનલ ગ્રિડમાં અવરોધને કારણે વીજ સપ્લાય ખોરવાયો હતો. જેને પાછળથી રિસ્ટોર કરાયો હતો. જોકે તે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત નથી થઈ શક્યો. પાકિસ્તાન સરકાર સતત એવો દાવો કરી રહી છે કે તે વીજ સપ્લાયને સામાન્ય કરી દેશે. જોકે વિદેશી માધ્યમોના અહેવાલો મુજબ તેની પાસે આમ કરવા માટે પૂરતો સાધન-સરંજામ નથી. આ માટે નવી ખરીદી માટે તેની પાસે નાણા પણ નથી. આમ સ્થિતિ આકરી બની રહી છે. વીજ સપ્લાયના અભાવે પાકિસ્તાનનો ટેક્સ્ટાઈલ ઉદ્યોગ વીજ સંકટનો સામનો કરી રહ્યો છે. તેણે માત્ર બે સત્રોમાં જ રૂ. 1600 કરોડથી વધુની ખોટ ઉઠાવવી પડી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *