શાહરૂખ-સલમાનની જોડી સહિત Pathanમાં દર્શકોને આ 8 વાતો ખૂબ ગમી ગઈ

0

[ad_1]

પઠાન આજે રિલીઝ થઈ અને રિલીઝ થતાની સાથે આ ફિલ્મ જોયા પછી દર્શકોએ આપેલી કોમેન્ટસ પર એક નજર

ફિલ્મ કરણ- અર્જુન બાદ વર્ષો પછી આ ફિલ્મમાં સલમાન-શાહરુખને સાથે જોતા લોકોને પસંદ પડ્યુ

Updated: Jan 25th, 2023

Image Twitter

મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર 

શાહરુખ ખાનની પઠાન આજે બુધવારે રિલીઝ થઈ અને રિલીઝ થતાની સાથે આ ફિલ્મ ચારેય બાજુ છવાઈ ગઈ છે. દર્શકો આ ફિલ્મના વખાણ કરતાં થાકતા જ નથી. જેમાં શાહરુખ ખાન અને સલમાન ખાન એક સાથે જોવા મળતાં દર્શેકોમાં એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ અંગે કેટલાક શહેરોમા હજુ પણ વિવાદ ચાલે છે. 

પઠાન આજે બુધવારે રિલીઝ થઈ અને રિલીઝ થતાની સાથે આ ફિલ્મ જોયા પછી દર્શકોએ આપેલી કોમેન્ટસ ગજબની છે. 

  • પઠાનને જોવાવાળા દર્શકોમાં સૌથી વધુ ઉત્સાહ એ વાત પર છે કે આ ફિલ્મમાં સલમાન ખાનની એન્ટ્રી ખુબ સરસ છે. બન્ને ખાનોની એન્ટ્રી એકસાથે દેખાતા દર્શકો ખૂબ ખુશ થઈ ગયા હતા. 
  • શાહરુખ ખાન અને સલમાન ખાન અત્યારે 50 ની ઉંમર વટાવી ચુક્યા છે છતાં પણ બન્ને ખાનભાઈઓની જબર જસ્ત એક્શન જોવા મળી રહી છે. જે દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. દર્શકોનું કહેવુ છે કે આટલી ઉંમરમાં પણ બન્ને ખાનની એનર્જી ખરેખર બિરદાવવા જેવી છે.  
  • ફિલ્મ કરણ- અર્જુન પછી ઘણા વર્ષો પછી આ સલમાન-શાહરુખને સાથે જોતા ઘણા લોકોને પસંદ આવ્યું. 
  • એક વ્યક્તિએ તો ત્યા સુધી કહ્યુ કે આ બન્નેને સાથે જોવા મારી આંખો તરસી રહી હતી. 
  • તો કેટલાક દર્શકોનું કહેવુ છે કે શાહરુખ ખાનને પાંચ વર્ષ પછી મોટી સ્ક્રીન પર જોતા ખૂબ એક્સાઈટ છીએ.
  • એક યુજર્સેને તો આ ફિલ્મ એટલી પસંદ પડી કે તેને બીજા લોકોને આ ફિલ્મ જોવા માટે રિકવેસ્ટ કરી છે. 
  • એક દર્શકે આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે શાહરુખ ખાનનું લુક અને તેની અલગ સ્ટાઈલ ખુબ પંસદ પડી છે. કિંગખાન શાહરુખની એક્શન જોયા પછી તેના વખાણ કરવા મારી પાસે કોઈ શબ્દો નથી. 
  • આ ફિલ્મ વિશે વધુ એક દર્શકે કહ્યું કે શાહરુખ ખાનના દમદાર પરફોર્મન્સથી લોકો તેના પર ફીદા થઈ ગયા છે. એક વ્યક્તિએ કહ્યું ફિલ્મ શાનદાર છે અને પૈસા વસુલ છે. તો અન્ય એકને ફિલ્મના ડાયલોગ્સ ખૂબ પસંદ પડ્યા. 
  • તો વળી ઘણાએ દીપીકા પાદુકોણનો લુક અને તેની અદા પસંદ આવી હતી. ફિલ્મમાં દીપીકાએ એક્શન એક્શન સીન જોઈને તો હોશ ઊડી ગયા. 
  • આ ઉપરાંત, જ્હોન અબ્રાહમના ફ્રેન્સ તેની એક્શનના કારણે જ પસંદ આવી ગઈ છે. પરંતુ પહેલીવાર જ્યારે તે આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે અલગ અદાએ જોવા મળે છે. બન્ને વચ્ચેની એકશન ખૂબ પસંદ આવે તેવી છે. 

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *