ક્રિકેટર ઋષભ પંતનો જીવ બચાવનાર ‘દેવદૂત’નું કરાયું સન્માન

0

[ad_1]

  • ગત વર્ષના અંતમાં દિલ્હી દેહરાદુન હાઇવે પર પંતનો થયો હતો અકસ્માત
  • દેવદૂત બનીને આવ્યા હતા હરિયાણા રોડવેઝના બસ ડ્રાયવર અને કંડકટર
  • ગણતંત્ર દિવસ પર ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ બંનેનું કર્યું સન્માન

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ગત વર્ષે રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થાય હતા. પંતનું પહેલા દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી બાદમાં તેમને વધુ સારી સારવાર માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ મહિને કોકિલાબેન હોસ્પિટલમાં પંતની સર્જરી પણ કરવામાં આવી હતી.

પંત સાથે તે સમયે અકસ્માત થયો જ્યારે તે પોતાની માંને મળવા માટે રુડકી જઈ રહ્યા હતા. પંતની કાર દિલ્હી દેહરાદુન હાઇવે પર રસ્તા વચ્ચે ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને બાદમાં તેમાં આગ લાગી ગઈ હતી. પંતને કાર માંથી બહાર નીકળવામાં હરિયાણા રોડવેઝના બસ ડ્રાયવર સુશીલ કુમાર અને કંડકટર પરમજીતે મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેની બહાદુરીને કારણે પંત ભયંકર અકસ્માતમાં મોતને હાથ તાળી દઈ બહાર નીકળી શક્યા.

હવે, હરિયાણા રોડવેઝના બસ ડ્રાયવર સુશીલ કુમાર અને કંડકટર પરમજીતને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સન્માનિત કર્યા છે. સુશીલની પત્ની ઋતુ અને પરમજીતના પિતા સુરેશકુમારે તેમના તરફથી આ સન્માન સ્વીકાર્યું હતું. સાથે જ સીએમ ધામીએ રજત કુમાર અને નિશુ કુમારનું પણ સન્માન કર્યું હતું.

 

જણાવી દઈએ કે, સુશીલ કુમાર અને કંડકટર પરમજીતએ પંતનો જીવ બચાવ્યો હતો અને મદદ કરી હતી. તો, રજત અને નિશુ કુમારએ ઋષભ પંતનો તમામ સમાન અને રોકડ સળગતી ગાડી માંથી બહાર કાઢ્યા હતા. રજત અને નિશુએ પોલીસને પંતનો સામાન પણ સોંપ્યો હતો. ઋષભ પંતને મળવા બંને મેક્સ હોસ્પિટલ પણ ગયા હતા. બાદમાં પંતએ બંનેની સાથે તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરતાં તેમનો આભાર માન્યો હતો.

પંતના અનેક મહિનાઓ સુધી ગેમ માંથી બહાર રહેવાની શકયતા

ઇજાઓને લીધે ઋષભ પંતના આ વર્ષે અનેક મોટી ટુર્નામેંટ માંથી બહાર રહેવાની સંભાવના છે. પંતનું વનડે વિશ્વ કપ 2023માં પણ ભાગ લેવું નક્કી આથી. તો, બોર્ડર ગાવસ્કર સીરિઝ ઉપરાંત આઈપીએલ 2023 માંથી પણ તે લગભગ બહાર થઈ ગયા છે. પંતના આઈપીએલ માંથી બહાર થવાની સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સને નવા કપ્તાનની શોધ કરવી પડશે. ડેવિડ વોર્નર કેપ્ટનની રેસમાં સૌથી આગળ છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *