28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાફતેગંજમાં દારૃનો ધંધો કરતો આરોપી ૨૮૨ બોટલ સાથે ઝડપાયો | The accused...

ફતેગંજમાં દારૃનો ધંધો કરતો આરોપી ૨૮૨ બોટલ સાથે ઝડપાયો | The accused who was dealing in liquor in Fateganj was caught with 282 bottles


 ફતેગંજમાં દારૃનો ધંધો કરતો આરોપી ૨૮૨ બોટલ સાથે ઝડપાયો 1 - imageવડોદરા,ફતેગંજમાં દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે ૧૦ ગુનાઓ નોંધાયા હોવા છતાંય પીસીબીએ કેસ કરતા ફતેગંજ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, ફતેગંજ રામ નગરમાં જયેશ પ્રદિપભાઇ નિરભાવને તથા ભરત માયાવંશી દારૃનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યા છે. જેથી, પી.આઇ.સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા આરોપી જયેશ ઉર્ફે જયલો પ્રદિપભાઇ નિરભાવને (રહે. ભાથુજી મંદિરની બાજુમાં, અમર નગર,ફતેગંજ) મળી આવ્યો હતો. આરોપી પાસેથી પોલીસે દારૃની  ૨૮૨ બોટલ કિંમત રૃપિયા ૫૭  હજારની કબજે કરી છે. પોલીસે દારૃ, રોકડા અને મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૭૧,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ભરત માયાવંશીને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી સામે ફતેગંજમાં ૯ અને જે.પી.રોડમાં દારૃના એક મળી કુલ ૧૦ ગુનાઓ નોંધાયા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય