25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતTennis: બોપન્ના-ડોડિગની જોડી અપસેટનો શિકાર

Tennis: બોપન્ના-ડોડિગની જોડી અપસેટનો શિકાર


ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ક્રોએશિયાના તેના જોડીદાર ઇવાન ડોડિગ અપસેટનો શિકાર બન્યા છે.

ચાઇના ઓપન એટીવી 500 ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં બોપન્ના અને ડોડિગની જોડી પહેલા રાઉન્ડમાં જ ફ્રાન્સિસ્કો સેરુંડોલો અને નિકોલસ જેરીની જોડી સામે પરાજિત થઇને ટૂર્નામેન્ટ બહાર ફેંકાઇ ગઇ હતી. ભારત અને ક્રોએશિયાની બીજો ક્રમાંક ધરાવતી જોડીને આર્જેન્ટીના અને ચિલીના ખેલાડીની બિનક્રમાંકિત જોડી સામે એક કલાક અને 31 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 5-7, 6-7થી પરાજયનો સામનો કરવો પડયો હતો. બોપન્નાના નિયમિત જોડીદાર ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબડેન આ ટૂર્નામેન્ટમાં રમવા નહોતો ઉથર્યો. આ પહેલા 2017 અને 2021માં પણ બોપન્ના ડોડિગ સાથે જોડી બનાવીને રમી ચુક્યો છે. આ જોડીનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન 2017માં મોન્ટ્રિયલ માસ્ટર્સ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાનું હું. બોપન્ના આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ અને મિયામી ઓપનનો ખિતાબ જીતી ચુક્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય