સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની કેદ

0

[ad_1]

Updated: Jan 16th, 2023


બે વર્ષ અગાઉ માણસાના ગલથરા ગામેથી

ખેડાથી કાકાના ઘરે રહેવા આવેલા યુવાને રાજસ્થાન લઇ જઇ
બળાત્કાર ગુજાર્યોઃસ્પે.પોક્સો કોર્ટનો ચૂકાદો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા ગલથરા ગામેથી બે
વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને રાજસ્થાનમાં લઇ જઇને તેની ઉપર બળાત્કાર ગુજારનાર
આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પે.કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં
સરકારી વકિલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને પોક્સોના ગુનામાં દસ વર્ષની
કેદ અને દસ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, માણસા તાલુકાના ગોલથરા ગામે બે વર્ષ અગાઉ ખેડાના સોજાલી
ગામનો યુવાન બુધાજી માવાજી ચૌહાણ કાકાના ઘરે રહેવા માટે આવ્યો હતો. આ દરમ્યાન તેણે
ગામમાં રહેતી ૧૫ વર્ષિય સગીરાને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી
લીધું હતું. પ્રાંતિજ-હિંમતનગર થઇને રાજસ્થાનના નાકોર ગામે સગીરાને લઇ ગયો હતો.
જ્યાં તેણીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે માણસા પોલીસ
સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપી યુવાન અને સગીરાને રાજસ્થાનથી
લઇ આવી હતી.

જે કેસ ગાંધીનગર સ્પે. પોક્સો જજશ્રી એસ.ડી.મહેતાની
કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ સુનિલ એસ. પંડયાએ ભોગ બનનાર ફરિયાદી તેમજ
સાહેદોની જુબાની લીધી હતી. સરકારી વકિલે દલીલો કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો
ગુનો આચર્યો છે. સમાજમાં સગીરવયની બાળકી-કિશોરીઓ સામે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે
તેથી સમાજમાં દાખલો બેસે તે રીતે આરોપીને સજા કરવામાં આવે જેના અનુસંધાને પોક્સોના
ગુનામાં કોર્ટે આરોપીને દસ વર્ષની કેદ અને દસ હજાર રૃપિયાનો દંડ ભરવા હૂકમ કર્યો
હતો. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *