ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા, સોમનાથ, સાળંગપુર મંદિરમાં તિરંગાનો અદભુત શણગાર

0

[ad_1]

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં કરાયો ત્રિરંગી શણગાર

Updated: Jan 26th, 2023

તા. 26 જાન્યુઆરી 2023, ગુરુવાર

આજે સમગ્ર ભારત દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં દેશભક્તિ સાથે સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. 

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં કરાયો ત્રિરંગી શણગાર 

આજે  74મો ગણતંત્ર દિવસ ઉજવી નિમિત્તે સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. તો આ બાજુ સૌરાષ્ટના સોમનાથ મહાદેવ મંદિર આજે દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં  આવ્યો હતો. અને સિંહાસનને પણ કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. જે પછી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. તેમજ દેવાધી દેવ સોમનાથ મહાદેવનો પણ તિરંગી શણગારની ઝલક જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *