19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતપિંક બોલ ટેસ્ટની તૈયારીમાં લાગી ટીમ ઈન્ડિયા, કેનબેરા પહોંચી રોહિતસેના, Video

પિંક બોલ ટેસ્ટની તૈયારીમાં લાગી ટીમ ઈન્ડિયા, કેનબેરા પહોંચી રોહિતસેના, Video


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. હવે બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ ખાતે 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રમાશે. જે ડે-નાઈટ પિંક બોલ મેચ છે. આ પહેલા ભારતીય ટીમ બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમવા જઈ રહી છે. આ મેચ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન અને ટીમ ઈન્ડિયા વચ્ચે રમાવાની છે. જેના માટે ભારતીય ટીમ કેનબેરા પહોંચી ગઈ છે. આ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે હાજર રહેશે નહીં.

કેનબેરા પહોંચી ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે પ્રેક્ટિસ મેચ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રમાશે. આ મેચ કેનબેરામાં રમાશે. આ પ્રેક્ટિસ મેચ ગુલાબી બોલથી રમાશે. આ ખાસ પ્રેક્ટિસ મેચ માટે ભારતીય ટીમ કેનબેરા પહોંચી ગઈ છે. કેનબેરા એરપોર્ટ પર ઉતર્યા બાદ રોહિત શર્મા સૌથી આગળ જોવા મળ્યો હતો. તેણે ખેલાડીઓની સાથે સ્થાનિક પ્રશંસકોને શુભેચ્છા પાઠવી હતી અને ચાહકો સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા. ટીમના મુખ્ય ખેલાડીઓ રિષભ પંત, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ કેનબેરા એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

કોચિંગની જવાબદારીઓ સંભાળશે સપોર્ટ સ્ટાફ

ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ વખતે કેનબેરામાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે નથી. તેઓ પારિવારિક કારણોસર દિલ્હીમાં છે. કોચ ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ટીમના સપોર્ટ સ્ટાફે કોચિંગની જવાબદારી સંભાળી છે. આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ ખેલાડીઓને માર્ગદર્શન આપશે. આ વોર્મ-અપ મેચ ગુલાબી બોલથી રમાશે, જે આગામી એડિલેડ ટેસ્ટ માટે ટીમની તૈયારીમાં મદદરૂપ સાબિત થશે.

PM XI ટીમ

જેક એડવર્ડ્સ (કેપ્ટન), ચાર્લી એન્ડરસન, મહાલી બીર્ડમેન, સ્કોટ બોલેન્ડ, જેક ક્લેટન, ઓલિવર ડેવિસ, જેડન ગુડવીન, સેમ હાર્પર, હેન્નો જેકોબ્સ, સેમ કોન્સ્ટાસ, એડન ઓ’કોનોર, લોયડ પોપ, મેટ રેનશો, જેમ રેયાન





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય