ધોરણ એક થી પાંચમાં શિક્ષકોની જગ્યા વધારવાની માંગ સાથે
૫ હજાર નહીં પરંતુ ૧૦ હજાર જગ્યા ભરવાની માંગ સાથે સૂત્રોચાર કરી રેલી યોજવામાં આવી
ગાંધીનગર : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫માં ૫ હજાર નહીં
પરંતુ ૧૦ હજાર શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ટાટ-૧ ઉમેદવારો આજે ફરીથી ગાંધીનગર
આવી પહોંચ્યા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા કર્યા હતા .