પેઢીનામું જલદી બનાવવા માટે દંખેડાનો તલાટી ૧૧ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

0

[ad_1]

રૃા.૧૫ હજારની માંગણી કરતા રકઝક બાદ તલાટી રૃા.૧૧ હજાર લેવા તૈયાર થયો

Updated: Jan 23rd, 2023

વડોદરા, તા.23 વાઘોડિયા તાલુકાના દંખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પેઢીનામું તૈયાર કરી આપવા માટે રૃા.૧૧ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા એસીબી દ્વારા તલાટીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે દંખેડા ગામે રહેતા માલિક દ્વારા જમીનની વારસાઇ કરાવવા માટે પેઢીનામાની જરૃરિયાત હોવાથી જમીનના માલિક દંખેડા ગ્રામ પંચાયતના તલાટી કનુ ખોડાભાઇ સોલંકી (રહે.અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા ગામ)ને મળ્યા હતાં. આ વખતે તલાટીએ પેઢીનામું વહેલી તકે બનાવવા માટે રૃા.૧૫ હજારની માંગણી કરી હતી. આ રકમ આપવા માટે જમીનના માલિક આપવા તૈયાર થયા ન હતા અને પૈસા ઓછા કરવા માટે રકઝક કર્યા બાદ આખરે રૃા.૧૧ હજારમાં પેઢીનામું બનાવી આપવા માટે તલાટી તૈયાર થયા હતાં.

આ રકમ જમીનના માલિક આપવા માટે તૈયાર ના થતાં તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન  હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ લેવા માટેનો સમય નક્કી થયા બાદ વાઘોડિયા-વડોદરારોડ પર હરીયાલી બેન્ક્યુટ બિલ્ડિંગ સામે એક દુકાનના કાચા રસ્તા પર તલાટીએ માલિકને બોલાવતા ત્યાં એસીબીની ટીમ પણ પહોંચી ગઇ હતી.

લાંચની રકમ રૃા.૧૧ હજાર તલાટીએ સ્વીકારતાં જ તેને એસીબીએ ઝડપી પાડયો હતો. એસીબીએ તલાટીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે તલાટી કનુ ખોડાભાઇ સોલંકી અંબાલી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે પરંતુ તેમની પાસે ઉમલ્લા સેજા, દંખેડા ગ્રામ પંચાયતનો પણ વધારાનો  હવાલો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *