– 12000 હેકટર સામે 1000 હેકટરના ફોર્મ આવ્યા
– જમણા કાંઠામાં દાઠા સુધી અને ડાબા કાંઠામાં ભુંભલી સુધી પાણી પહોંચ્યું ટુંક સમયમાં પ્રથમ પાણ બંધ કરાશે
ભાવનગર : શેત્રુંજી સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગણીને લઈ ૧૨૦૦૦ હેકટર સામે ૧૦૦૦ ફોર્મ આવતા ગત તા. ૧૫થી પ્રથમ પાણ આપવાનું શરૂ કર્યું હતું અને આ દિવસ દરમ્યાન બંને કાંઠામાંથી ૭૦ આસામી વગર ફોર્મ ભર્યે પાણી લેતા મળી આવ્યા હતા. જેઓને ૧૫ દિવસમાં ફોર્મ ભરી જવા તાકીદ કરાય છે. જ્યારે આગામી ચાર દિવસ પછી આ પાણ બંધ કરી આગળની કાર્યવાહી કરાશે.