ઇટાલી ખાતે કેગલાયરી ખાતે રમાયેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ફ્ડિર ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટોચની ક્રમાંકિત ક્રિત્વિકા સિન્હા રોય અને યશસ્વીની ગોરપડેએ વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું હતું.
ટૂર્નામેન્ટમાં બીજો ક્રમાંક ધરાવતી ક્રિત્વિકા અને યશસ્વીએ સાઉથ કોરિયાની યુ સિવોયુ તથા કિમ હુએનની જોડીને 3-1થી (11-9, 9-11, 14-12, 11-2) પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. સેમિફાઇનલમાં જાપાનની સાચી ઓકી અને સાકુરા યોકોઇને 3-0થીહરાવતા પહેલાં ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીની સ્થાનિક ખેલાડી આરિયાના બારાની તથા મારિયા પિકૂને પણ 3-0ની સ્કોરલાઇનથી પરાજય આપ્યો હતો.