હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી છે. બરોડા તરફથી રમતી વખતે હાર્દિકે બેટ વડે ધૂમ મચાવી છે. વિશ્વના નંબર વન ઓલરાઉન્ડરે ગુજરાત સામે રમાયેલી મેચમાં માત્ર 35 બોલમાં 74 રનની અણનમ ઈનિંગ રમી હતી.
આ ઈનિંગ દરમિયાન હાર્દિકે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. હાર્દિકે T20માં 211ના સ્ટ્રાઈક રેટ સાથે ધૂમ મચાવીને ઈતિહાસ રચ્યો છે. હાર્દિકની અણનમ ઈનિંગને કારણે બરોડાએ 5 વિકેટે જીત મળી.
હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી બરોડા ટીમની જીતાડવાની જવાબદારી હાર્દિક પંડ્યાએ લીધી હતી. હાર્દિકે ગુજરાતના બોલિંગ આક્રમણનો સામનો કર્યો અને માત્ર 35 બોલમાં 74 રનની ઝડપી ઈનિંગ રમી. હાર્દિકે પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 5 સિક્સર ફટકારી. હાર્દિકની વિસ્ફોટક ઈનિંગના કારણે બરોડાએ 19.3 ઓવરમાં 185 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે આ ઈનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં 5 હજાર રન પણ પૂરા કર્યા છે. હાર્દિક T20માં 5 હજાર રન અને 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. હાર્દિકે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 180 વિકેટ લીધી છે.
બરોડાએ જીત સાથે ખોલાવ્યું ખાતું
હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગના આધારે બરોડાએ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટની જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે આર્ય દેસાઈના 52 બોલમાં 78 રન અને કેપ્ટન અક્ષર પટેલના 43 રનની જોરદાર ઈનિંગના કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. હાર્દિકે બોલ સાથે અજાયબી પણ કરી હતી અને આર્ય દેસાઈની વિકેટ પણ લીધી. બરોડા તરફથી હાર્દિક પંડ્યા સિવાય શિવાલિક શર્માએ પણ બેટથી સારું પ્રદર્શન કર્યું અને 43 બોલમાં 64 રનની તોફાની ઈનિંગ રમી.