સ્વિગીએ 380 કર્મચારીઓની છટણી કરી, CEOએ માફી માંગી

0

[ad_1]

  • કંપનીના સીઈઓ શ્રીહર્ષ મેજેટીએ છટણી કરાયેલા કર્મીઓને મેઈલ મોકલ્યો
  • ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં વૃદ્ધિનો દર ધીમો પડ્યો હોવાનું સ્વિગીએ સ્વીકાર્યું
  • ‘ઓવરહાયરિંગ’ને પણ કર્મચારીઓની છટણી માટે જવાબદાર ગણાવ્યું

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શુક્રવારે 380 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ વિશે માહિતી આપતાં કંપનીએ કહ્યું હતું કે, કર્મચારીઓને દુર કરવા એ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. પરંતુ પરિવર્તનના પ્રયાસોના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ 380 કર્મચારીઓને હટાવવા અંગે જણાવ્યું હતું કે, અમે અમારી ટીમને ઘટાડવા માટે આ મુશ્કેલ નિર્ણય લઈ રહ્યા છીએ.

કંપનીના CEOએ કર્મચારીઓને મેઈલ મોકલી માફી માંગી

કંપનીના સીઈઓ શ્રીહર્ષ મેજેટીએ કર્મચારીઓને તેમના વતી મોકલેલા મેઈલમાં જણાવ્યું હતું કે, તમામ વિકલ્પોને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાના ઈમેલમાં કર્મચારીઓની છટણીના આ નિર્ણય લેવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું CEOએ જણાવ્યું હતું. આ સાથે જ તેણે કર્મચારીઓની માફી પણ માંગી હતી.

છટણીના નિર્ણય બદલ સ્વિગીએ આપ્યું આ કારણ

કર્મચારીઓની છટણી માટે સ્વિગી દ્વારા આપવામાં આવેલા મુખ્ય કારણો પૈકી એક કરના પડકારરૂપ મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિ પણ છે. કંપનીએ જણાવ્યું હતું કે તેમની કંપની હાલ સંખ્યાબંધ પડકારોનો સામનો કરી રહી છે. કંપનીએ ખુલાસો કર્યો હતો કે ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં વૃદ્ધિનો દર ધીમો પડી ગયો છે, પરિણામે નફો અને કમાણી પણ ઓછી થઈ ગઈ છે. જો કે, સ્વિગી એવો પણ દાવો કરે છે કે કંપની પાસે કંપની ચાલુ રાખવા માટે પર્યાપ્ત ફંડ છે. આ સાથે જ કર્મચારીઓની છટણી બાબતે એક કારણ તરીકે, જે તે સમયે તેમણે કરેલું ‘ઓવરહાયરિંગ’ને પણ જવાબદાર ગણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *