મુંબઈ: સાઉથના સ્ટાર સૂર્યાની ‘કંગુવા’ ફિલ્મ ટિકિટબારી પર ફલોપ થતાં સૂર્યા તેના નિર્માતાઓને વળતર ચૂકવી આપશે. સાઉથમાં મેગા બજેટ ફિલ્મ ફલોપ થવાના કિસ્સામાં રજનીકાંત સહિતના કલાકારો તેમના નિર્માતાઓને એક યા બીજી રીતે વળતર વાળી આપતા હોય છે. સૂર્યા પણ તેમને અનુસરી રહ્યો છે. આ ફિલ્મ ૩૫૦ કરોડનાં બજેટમાં બની છે. પરંતુ, ટિકિટબારી પર તે પૂરા ૧૦૦ કરોડ પણ કમાઈ શકી નથી. ફિલ્મને પાન ઈન્ડિયા ધોરણે રીલિઝ કરવામાં આવી હતી પરંતુ હિંદીમાં પણ તે ચાલી નથી.