28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીઆજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, શું ભારતમાં તેનો સૂતક કાળ માન્ય ગણાશે? |...

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, શું ભારતમાં તેનો સૂતક કાળ માન્ય ગણાશે? | surya grahan 2024 solar eclipse on 2 october sarv pitru amavasya



Surya Grahan 2024:  સૂર્યગ્રહણને એક મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટના માનવામાં આવે છે. આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે, કારણ કે સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ સૂર્ય સંબંધિત કોઈ હલચલ  થાય છે, ત્યારે તેની સીધી અસર પૃથ્વી રહેતા જીવો પર પડે છે. એવામાં માત્ર વૈજ્ઞાનિકો જ નહીં, પરંતુ જ્યોતિષીઓ પણ સૂર્યગ્રહણને લઈને સચેત રહે છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થવાનું છે. તો આવો આજે આ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી વિશે જાણીએ.

ભારતમાં નહીં જોવા મળે આ સૂર્યગ્રહણ

આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે કે ભાદરવાની  કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક, આર્કટિક, ચિલી, પેરુ, હોનોલુલુ, એન્ટાર્કટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બ્યુનોસ આયર્સ, બેકા ટાપુ, ફ્રેન્ચ પોલિનેશિયા મહાસાગર, ઉત્તર અમેરિકાનો દક્ષિણ ભાગ, ફિજી, ન્યુનત્તમ ભાગોમાં દેખાશે. ચિલી, બ્રાઝિલ, મેક્સિકો અને પેરુમાં કેટલાક સ્થળોએ જોવા મળશે. ભારતમાં આ સૂર્યગ્રહણ જોવા નહીં મળે. 

આ પણ વાંચો: નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્વ, જાણો કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા શુભ

ભારતીય સમય પ્રમાણે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રીના 9:12 વાગ્યે શરુ થશે. જ્યારે  3 ઓક્ટોમ્બર મધ્યરાત્રી 3:17 કલાકે પૂરુ થશે. આ સૂર્યગ્રહણનો મધ્ય સમય રાત્રીના 12:15 કલાકે રહેશે.  

શું ભારતમાં સૂર્યગ્રહણનું સુતક માનવામાં આવશે 

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં રહે. એટલે કે આ ગ્રહણની દેશ પર કોઈ શારીરિક અસર, આધ્યાત્મિક અસર, સૂતક અસર અથવા કોઈપણ પ્રકારની ધાર્મિક અસર થવાની નથી.

આ પણ વાંચો: ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધી પહેલા કોની તસવીર છપાતી હતી, જાણો ઈતિહાસ

આ ગ્રહણ દરમિયાન ભારતમાં રહેતા તમામ લોકો માટે સામાન્ય દિનચર્યા રહેશે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યાં પણ ગ્રહણ થાય છે, અને જ્યાં દેખાય છે ત્યાં તેની અસર પણ જોવા મળે છે. તેથી આ ગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાથી ભારતની જનતા પર તેની કોઈ અસર થવાની નથી.

વિશ્વ પર સૂર્યગ્રહણની અસર

આ વખતે સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થવાનું છે. ગ્રહણ સમયે રાહુની સંપૂર્ણ દ્રષ્ટિ સૂર્ય પર રહેશે. આ ઉપરાંત શનિ સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ પણ બનશે અને કેતુ પણ સૂર્યમાં રહેશે. તેમજ આ ગ્રહણ દરમિયાન સૂર્ય, ચંદ્ર, બુધ અને કેતુનો સંયોગ થશે. રાહુ અને કેતુની અક્ષ મીન અને કન્યા રાશિમાં પ્રભાવશાળી બનશે. આમાં સૂર્ય, મંગળ અને કેતુનો પ્રભાવ છે.

આ સૂર્યગ્રહણથી સમગ્ર વિશ્વમાં ગંભીર રાજકીય ઉથલપાથલ સર્જાઈ શકે છે. શેરબજાર અને વિશ્વભરની આર્થિક સ્થિતિને હચમચાવી શકે છે. કન્યા અને મીન રાશિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં યુદ્ધ અને કુદરતી આફતોનો સંકેત પણ આપે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય