28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતSurendranagar : વઢવાણના બાળા, ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં જુગારના દરોડા

Surendranagar : વઢવાણના બાળા, ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં જુગારના દરોડા


વઢવાણ પોલીસની ટીમે બાળા અને ધ્રાંગધ્રા શહેરની ટીમે બાંભાશેરીમાં તથા તાલુકા પોલીસની ટીમે રાજસીતાપુર ગામે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. ત્રણેય દરોડામાં ગંજીપાના અને વરલી મટકાનો જુગાર રમતા 6 જુગારીયાઓ રોકડા રૂપીયા 18,140 સાથે ઝડપાયા હતા.

વઢવાણ પોલીસની ટીમના એ.વી.દવે, કેસરીસીંહ, દીપકભાઈ, હરપાલસીંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમિયાન વઢવાણ તાલુકાના બાળા ગામે રામજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા સંજય ઉર્ફે ટકો ખુશાલભાઈ ગામી, વશરામ ભોપાભાઈ ઉઘરેજીયા, વનરાજ માનસંગભાઈ ચાવડા, પ્રકાશ રામજીભાઈ કાલીયા રોકડા રૂપીયા 15,360 સાથે ઝડપાયા હતા. ચારેય સામે વઢવાણ પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે રાજસીતાપુર ગામે જગ્યાના ડેલા પાસે એક શખ્સ વરલી મટકાનો જુગાર રમતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પીન્ટુ મંગાજી કોકતીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપીયા 780 સાથે પકડાયો હતો. આ શખ્સ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ધ્રાંગધ્રાની બાંભા શેરીમાંથી વરલી મટકાનો જુગાર રમતો સોની તલાવડીમાં રહેતો આરીફ ગુલાબભાઈ બેલીમ રોકડા રૂપીયા 2 હજાર સાથે પકડાયો હતો. પોલીસે જુગારી રમી રહેલા તમામ 6 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દરોડાથી જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય