સુરેન્દ્રનગર જિલ્લો ફક્ત એક જ ફુડ ઇન્સ્પેક્ટરના ભરોસે, બાકીની પાંચ જગ્યા ખાલી

0

[ad_1]

Updated: Jan 5th, 2023


– અખાદ્ય ખોરાકના નમુના લેવાની કામગીરીને અસર, જનઆરોગ્ય જોખમમાં

– ઘણા સમયથી ખાલી જગ્યા ભરાતી નથી રજૂઆતો છતાંય સરકાર ધ્યાન આપતી જ નથી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લાભરમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરાતી હોવાની, હલ્કી ગુણવતાવાળી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરાતો હોવાની અવાર-નવાર ફરીયાદો ઉઠે છે. આ દુષણ સામે જેની પગલા લેવાની જવાબદારી છે તે ફુડ વિભાગમાં મહેકમ સામે સ્ટાફ ઓછો હોવાથી ઝાલાવાડની જનતાનું આરોગ્ય રામભરોસે હોવાનો ઘાટ સર્જાયો છે. ભરોસાની ભાજપ સરકારનાં પાંચેય ધારાસભ્યો આ બાબતે યોગ્ય પગલા લેવડાવે તેવી માંગ ઉઠવા પામેલ છે.

આ અંગેની લોકોમાંથી ઉઠતી ફરીયાદો એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં અનેકવિધ ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળ થાય છે. હલકી ગુણવતાવાળી ચીજવસ્તુઓ વેચાય છે. ખાસ કરીને શાળાઓ આસપાસ ફ્રાઈમ્સના નામે 1 રૂા. થી 5 રૂા.માં પેપી, ભુંગળા, નુડલ્સ, ધુમ વેચાય છે, જે હલકી ગુણવતાવાળા હોવાનું મનાય છે. કેટલાક વેપારીઓ ખાદ્યતેલમાં ભેળસેળ કરીને બ્રાન્ડેડ કંપનીનાં નામે ડિસ્કો અને ભેળસેળીયુ તેલ વેચે છે. કેટલાક મીઠાઈ ફરસાણવાળા પામોલીન તેલમાં બનાવેલા ફરસાણ સીંગતેલમાં બનાવ્યા હોવાનું કહી ઉંચા દામે વેચે છે. મીઠાઈનાં માવામાં પણ નકલી અને હલ્કી ગુણવતાવાળા માવાની ભેળસેળ કરવામાં આવતી હોવાનું કહેવાય છે. હોટલ-રેસ્ટોરન્ટોમાં પણ ઢોંસાનાં સંભારથી માંડીને અનેક ચીજોમાં હલ્કી ગુણવતાવાળી ચીજવસ્તુનો ઉપયોગ કરાતો હોવાનું તેમજ કેટલીક ચીજવસ્તુ સ્ટોર કરી વાસી થવા છતાં ગ્રાહકોને ધાબડી દેવામાં આવતી હોવાનું મનાય છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે પગલા લેવાની જેની જવાબદારી છે એ સુરેન્દ્રનગરનાં ફુડ વિભાગમાં જરૂર કરતા સ્ટાફ ઘણો ઓછો છે. આ વિભાગમાં ડેઝીગ્નેશનલ ઓફીસરની જગ્યા ઘણા સમયથી ખાલી છે, ગાંધીનગરનાં પટેલ ભાઈ હાલ ચાર્જમાં છે, જીલ્લનાં 6 ફુડ ઈન્સ્પેકટરનાં મહેકમ સામે માત્ર 1 જ ફુડ ઈન્સ્પેકટર છે, પાંચ જગ્યા ખાલી છે. પરિણામે, ચેકીંગ, નમુના લેવા, જેવી કામગીરી પર તેની માઠી અસર પડી રહી છે. વર્ષ 2021માં જિલ્લામાં વિવિધ સ્થળોએથી માત્ર 108 નમુના લેવાયા હતા. જ્યારે ૨૦૨૨ના છેલ્લાં એક વર્ષમાં ખાદ્યચીજોનાં 114 નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી સાત વેપારીઓનાં નમુના પૃથ્યકરણમાં ફેઈલ થયા હતા. કેટલીક જગ્યાએ તો જે નમુના (જે તે બ્રાન્ડનો) ફેઈલ થયા હતા તે બજારમા ખુલ્લેઆમ વેચાય છે, છતાં પગલા લેવામાં આવતા નથી, કેટલીક જગ્યાએ વેજ-નોનવેજના હોટલ-રેસ્ટોરન્ટ લાયસન્સ વગર ધમધમે છે. છતાં પગલા લેવામાં આવતા નથી…! આ બાબતની ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે અને ખાલી પડેલી જગ્યાઓ પર જવાબદાર અધિકારીઓની નિમણુંક કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત થઈ રહી છે. જીલ્લાનાં પાંચેય ધારાસભ્યો આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી મહેકમ પ્રમાણે સ્ટાફ મુકાવે તેવી પણ લાગણી અને માંગણી વ્યકત થઈ રહી છે.

 – આ નમુના લેબ. ટેસ્ટમાં ફેઈલ થયા છે

ફુડ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળોએથી લેવાયેલા ખાદ્ય ચીજોના નમુના પૈકી સાત નમુના લેબોરેટરી ટેસ્ટમાં ફેઈલ થયા છે. જેમાં ગુરૂદેવ પેકેજીગ એન્ડ મિનરલ વોટર, અક્ષર સ્નેક્સના તુફાની મસ્તી ફ્રાઈમ્સ, સેફીન ગૃહ ઉદ્યોગનાં લકી અને ચકોમકો નામનાં ફ્રાઈમ્સ, ચામુંડા પ્રોવીઝન સ્ટોરમાંથી લેવાયેલ વિદુર ગાયના ધીનો નમુનો, હેમંત કૈલાને ત્યાંથી લેવાયેલ પામોલીન તેલનો નમુનો, સાયલા ખાતે કાશીપરા સ્વીટમાર્ટમાંથી લેવાયેલ ટોપરાપાકનો નમુનો ફેઈલ થયો હોવાનું જાણવા મળેલ છે. ફેઈલ થયેલા નમુના પૈકી કેટલીક ચીજો હજુ પણ વેચાતી હોવાનું કહેવાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *