સુરેન્દ્રનગર નજીક આવેલ દેદાદરા ગામ ઐતિહાસિક ધરોહર બન્યું છે. વઢવાણ તાલુકાનું દેદાદરા ગામમાં સાડા ચાર હજાર લોકોની વસ્તી છે. દેદાદરા ગામમાં આવેલ કુંડ આશ્રમ ખીજડો અને ગુફા અતીતમાં ડોકયું કરાવે છે. દેદાદરા ગામની અંદર બાવીશો વર્ષ પહેલાં દેદાદરા ગામનું નામ દેવપુરનગરી હતું. જેને બાદમાં અગિયારશો વર્ષ પહેલાં દેદાદરા ગામનું નામ દેદલપુર કરવામાં આવ્યું હતું. હાલ આ ગામ દેદાદરા ગામથી ઓળખાય છે.
દધિચી ઋષિનો આશ્રમ
દેદાદરા ગામની ખેતી જિલ્લામાં 1 નંબરની ગણવામાં આવે છે. દેદાદરા ગામની અંદર દધિચી ઋષિનો આશ્રમ આવેલો છે. આ એજ આશ્રમ છે ત્યાં દેવતાઓ શાસ્ત્રોને પાણી કરીને પી ગયા હતા. દેદાદરા ગામ એક એવો કુંડ આવેલો છે, જ્યાં ભાદરવી આમસના દિવસે ગંગાજીની ધારા આવે છે. ગંગાજીની ધાર આવવાથી આ કુંડનું નામ ગંગવા કુંડ રાખવામાં આવ્યું હતું.
એવુ ઝાડ કે જેને ઘા મારવાથી નીકશે લોહીની ધાર
આ ઉપરાંત ત્યાં એક એવું ખીજડાનું ઝાડ આવેલું છે. આ એ ઝાડ છે જેને કોઈ હથિયાર વડે ઘા મારવામાં આવે તો ઝાડમાંથી લોહીની ધાર નીકળે છે. તેમજ ગંગવા કુંડ પાસે તલવાર ધારી હનુમાનજીનું મંદિર પણ આવેલ છે. આ હનુમાનજીના મંદિરને મકર્ધ્વજજીના મંદિર તરીકે પણ ઓળખાય છે. દેદાદરા ગામમાં આવેલ દધિચી ઋષિનો આશ્રમમાં ગંગવા કુંડમાં 7 કોઠા છે અને 8માં કોઠામાં સોનામી અંતિમ કોઠી છે.
કુંડમાં આવેલી છે બે ગુફા
આ કુંડ વિશે જાણકારોનું કહેવું છે કે, આ કુંડનું તડ કે તળિયું નથી. આજથી 40 વર્ષ પહેલાં આ કુંડને સાફ કરવા માટે 28 જેટલા ડીઝલ એન્જીન અને બોરવેલ પણ મુકેલા પણ પાંચમાં કોઠેથી એક ઇંચ પણ ઉતર્યું નહતું. આ કુંડમાં બે એવી ગુફા આવેલી છે. જે પૈકી એક ગુફા જૂનાગઢમાં નીકળે છે અને બીજી ગુફા દેદાદરાથી 2 કી.મી દૂર માણવા મામા દેવના મંદિરે નીકળે છે.
આ કુંડની જાળવણી પુરાતત્વ ખાતા દ્વારા કરાઈ છે
આ ગુફામાં આજ દિવસ સુધી કોઈ પણ જઈ શક્યું નથી કે કોઈ તેને ખોલી શક્યું નથી. આ કુંડનું પાણી કેટલાક વર્ષોથી દર ત્રણ મહિને પોતાનો કલર કાળો લીલો ભૂરો તેમજ દૂધ જેવો બદલે છે. આ કુંડ પુરાતત્વ ખાતા હેઠળ આવે છે. હાલ આ કુંડની જાળવણી પુરાતત્વ ખાતા દ્વારા કરવામાં આવે છે.