અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરીની પસંદગી થઇ

0

[ad_1]

  • સમગ્ર ભારતમાંથી માત્ર બે વ્યકતિની પસંદગી કરવામાં આવી
  • ધ્રુવી જસાણીના પિતા હેન્ડલુમ વ્યવસાય સાથે સંકળાયેલ છે
  • શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ધ્રુવી જસાણીના પરિવારજનોની મુલાકાત લીધી

અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી ધ્રુવી જસાણીની પસંદગી થતાં તેણીએ સમગ્ર દેશમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. નાસા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે સમગ્ર દેશમાંથી માત્ર બે વ્યકતિની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક પંજાબના એક યુવક અને સુરતની એક દીકરીનો સમાવેશ થયો છે. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવી કિશોરભાઈ જસાણી સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રોજેકટમાં સિદ્ધિ હાંસલ કરી નાસામાંથી પસંદગી પામી હવે નવા શિખરો સર કરશે.

સુરતની ધ્રુવી જસાણીના પિતા હેન્ડલુમનો વ્યવસાય કરી રહ્યા છે જ્યારે તેના માતા ઘરકામ કરે છે, તથા તેના ભાઈ અને બહેન અભ્યાસ કરે છે. ધ્રુવી જસાણીને મળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રી અને સુરતની કામરેજ વિધાનસભા ક્ષેત્રથી ભાજપના MLA પ્રફુલ પાનસેરિયા પણ એમને મળવા માટે ઘરે પહોંચ્યા હતા. અને દીકરીને અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *