સુરતના ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. જેમાં પાંડેસરામાં ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. તેમાં કોર્પોરેટરની હાજરીમાં બે કરોડના હપ્તાની માંગણી કરવામાં આવી છે. હપ્તાની માંગણીની બબાલનો વીડિયો વાયરલ થયો છે. તેમાં વીડિયોમાં વોર્ડ નં. 28ના કોર્પોરેટર શરદ પાટીલ દેખાયા છે. પીળા ટી-શર્ટમાં વ્યક્તિ વીડિયોમાં દેખાય છે.
મહિલા ટી-શર્ટવાળા વ્યક્તિને કહે છે કે આ માણસ બે કરોડનો હપ્તો માંગે છે
મહિલા ટી-શર્ટવાળા વ્યક્તિને કહે છે કે આ માણસ બે કરોડનો હપ્તો માંગે છે. વીડિયોમાં મહિલા અપશબ્દો બોલે છે. મહિલા પીળા ટી-શર્ટવાળા વ્યક્તિને તમાચો મારે છે. વીડિયો પાંડેસરા સ્થિત હીરાનગરનો હોવાનું અનુમાન છે. હપ્તાની કથિત વાત દારૂના અડ્ડાની કે અન્ય હોઈ શકે છે. પીળા ટી-શર્ટમાં દેખાતા વ્યક્તિનું નામ ભૂષણ પાટીલ છે. જેમાં શહેર ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવતા ચર્ચા શરૂ થઇ છે. પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં BJP કોર્પોરેટરની હાજરીમાં બે કરોડના હપ્તાની માંગણી કરવામાં આવી છે.
22 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
નગરસેવકની હાજરીમાં હપ્તાની માગણીની બબાલનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. 22 સેકન્ડના વીડિયોમાં વોર્ડ નંબર 28ના BJPના નગરસેવક દેખાયા છે. જેમાં BJP કોપોરેટર શરદ પાટીલ પણ વીડિયોમાં હાજર છે. પીળા ટી શર્ટમાં વ્યક્તિ વીડિયોમાં દેખાય છે. મહિલા ટી શર્ટ વાલાને સંબોધીને કહે છે કે આ માણસ બે કરોડનો હપ્તો માગે છે. વીડિયોમાં મહિલામાં અપશબ્દો બોલે છે. મહિલા બૂમો પાડતી પાડતી પીળા ટી શર્ટવાળા વ્યક્તિને તમાચો મારી દે છે. તેમાં વાયરલ વીડિયો પાંડેસરા સ્થિત હીરાનગર વિસ્તારનો હોવાનું અનુમાન છે. હપ્તાની જે કથિત વાત થાય છે એ દારૂના અડ્ડાની કે અન્ય કોઈ હોઈ શકે છે. તેમાં પીળી ટી શર્ટ માં દેખાતો ઈસમનું નામ ભૂષણ પાટીલ છે. 22 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.