સુરતમાં આયુષ્માન કાર્ડને એપ્રુવલ ન મળતા હાલાકી પડી રહી છે સાથે સાથે વરાછાના MLA કુમાર કાનાણીએ CMને પત્ર લખ્યો છે અને પત્ર લખી સમસ્યાના હલની માંગણી કરી છે,ખ્તાતિ હોસ્પિટલે કૌભાંડે કર્યુ અને આમ પ્રજાને હાલાકી પડી રહી છે તેવી વાત કાનાણીએ કરી છે,કુમાર કાનાણીએ કહ્યું કે સંખ્યા બંધ ફરિયાદો આવી રહી છે આયુષ્યમાન કાર્ડને લઈ તો બીજી તરફ ઇમર્જન્સી કેસમાં ઓપરેશન અટવાયા હોવાની ફરિયાદ પણ મળી રહી છે.
કેવી રીતે બનાવડાવશો આયુષ્યમાન કાર્ડ ?
01-આ માટે તમારે પહેલા CSC સેન્ટર પર જવું પડશે.
02-તમારે અહીં જઈને સંબંધિત અધિકારીને મળવું પડશે.
03-અધિકારીને મળ્યા પછી, તમારે તમારા સંબંધિત દસ્તાવેજો તેમને આપવા પડશે.
04-પછી આ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે
05-તમારી યોગ્યતા પણ અહીં તપાસવામાં આવે છે
06-તપાસમાં બધું જ સાચું જણાયા પછી, તમારી અરજી સબમિટ કરવામાં આવે છે.
07-તમે તેની અધિકૃત વેબસાઈટ Beneficiary.nha.gov.in પર જઈને ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
08-તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સાઇટ પરની સૂચનાઓને અનુસરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.