29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: નાનપુરામાં થયેલી હત્યાના આરોપીની પોલીસે કરી ધરપકડ

Surat: નાનપુરામાં થયેલી હત્યાના આરોપીની પોલીસે કરી ધરપકડ


સુરતના નાનપુરામાં તાપી નદીના ડક્કા ઓવારા પાસે બાળકોના ઝઘડાની પતાવટ કરવા ગયેલા સાવકા પિતાને પાડોશમાં રહેતા યુવકે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી રહેંસી નાખ્યો હતો. હાલમાં અઠવાલાઈન્સ પોલીસે હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરી છે.

વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

તમને જણાવી દઈએ કે સુરતના નાનપુરામાં તાપી નદીના કિનારે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા 19 વર્ષીય અંકિત કિશોર વળવીએ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં તેમના પાડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત રોજ અંકિતના મોટા પપ્પાનો છોકરો નિલેશ અશોક વળવી સાથે મજૂરી કામ કરી તાપી નદીના બ્રિજ નીચે ચા પીવા ગયો હતો. ત્યાં નિલેશની પત્નીએ આવી બાળકો સાથે થયેલા ઝઘડા બાબતે પાડોશમાં રહેતો વિશાલ ગાળા ગાળી કરતો હોવાનું જણાવ્યું હતું.

બાળકોના ઝઘડાની પતાવટ માટે ગયા અને થઈ ગઈ હત્યા

જેથી નિલેશ વળવીના પાડોશમાં રહેતા આરોપી વિશાલને સમજાવવા ગયો હતો. જે દરમ્યાન ત્યાં નિલેશ બાળકોના ઝઘડાની પતાવટ માટેની વાત વિશાલની પત્ની સાથે કરતો હતો. જે વાતચીત દરમિયાન આરોપી નિલેશ વળવી કંઈ પણ સમજે એ પહેલા વિશાલ કાંચા ઘરમાંથી ચપ્પુ લઈ આવી નિલેશ પર હુમલો કરી દીધો હતો. વિશાલે ચપ્પુ વડે નિલેશ પર ઉપર છાપરી 10 ઘા કરી પતાવી દીધો હતો. અઠવા પોલીસે વિશાલ ઉર્ફે કાંચા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

સુરત શહેર પોલીસ એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે ગતરોજ અઠવા પોલીસની હદમાં ડક્કા આવારા ખાતે મારામારીમાં બનાવ બન્યો હતો. આ ઘટનામાં નિલેશ અશોક વળગી નામના યુવકનું મોત થયું છે. મરનાર નિલેશના દીકરાને આરોપી વિશાલ કોઈને કોઈ બાબતને લઈને ટકોર કરતો રહેતો હતો. આ બાબતે વિશાલને ઠપકો આપવા જતા નિલેશ અને વિશાલ વચ્ચે મારામારી થઈ હતી. આરોપી વિશાલ નિલેશને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ મામલે અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પરિવારમાં શોકનો માહોલ

સુરત નાનપુરા ડક્કા ઓવારા ખાતે રહેતો મૃતક નિલેશ અશોક વળવી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નાના બાળકને લઈ સામન્ય બાબતમાં ઝઘડો થયો હતો. આરોપીએ સામાન્ય ઝઘડામાં જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે. આ મામલે અઠવા પોલીસે હત્યારા પાડોશી વિશાલ રાઠોડની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય