30.6 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
30.6 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat PCBને મળી મોટી સફળતા, ઓરિસ્સા ગેંગરેપ વીથ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો

Surat PCBને મળી મોટી સફળતા, ઓરિસ્સા ગેંગરેપ વીથ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો


સુરત PCBને મોટી સફળતા મળી છે, કારણ કે, ઓરિસ્સા ગેંગરેપ વીથ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો છે. યુવતીનું રેલવે સ્ટેશનથી અપહરણ કરીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને ક્રૂર હત્યા કરી હતી. આરોપીને પકડવા દેશભરની પોલીસને જાણ કરાઈ હતી. આખરે સુરત PCBએ 3 આરોપીઓને સુરત PCBએ ઝડપી પાડ્યા છે.

સુરત PCBને ઓરિસ્સા ગેંગ રેપ વીથ મર્ડર બ્લાઇન્ડ કેસ ઉકેલવા મોટી સફળતા મળી છે. આરોપીના પેન્ટ ઉપર લાગેલા ટેલરના લેબલથી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણ નરાધમોએ 18 વર્ષ ની દીકરીનું રેલવે સ્ટેશનથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ જંગલમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેની ચપ્પુના ઘા જીકી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની પરિવારજનોએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવતા આરોપીને પકડવા દેશભરની પોલીસને જાણ કરવામાં આવી હતી.

આરોપીના પેન્ટના લેબલ પર લખેલા 3 નંબરથી ઓરિસ્સા ગેંગરેપ વીથ મર્ડર કેસનો ભેદ સુરત PCBએ ઉકેલ્યો છે. 3 નંબર ગુજરાતી જેવા અક્ષરમાં લખેલો હતો. સાથે ચિઠ્ઠી પર ન્યૂ સ્ટાર ટેલર પણ લખેલું હતું. આ સબૂત મળતાની સાથે સુરતના તમામ ન્યુ સ્ટાર ટેલરમાં PCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં આ ન્યુ સ્ટાર લીંબાયત પોલીસ મથકનું હોવાનું સામે આવ્યું હતું. PCBએ આસપાસમાં તપાસ અને પૂછપરછ કરતા નજર CCTV પર પડી અને ત્યા લાગેલા સીસીટીવી અને કોણે પેન્ટ ખરીદી છે તે દિશામાં તપાસ કરતા આરોપીની ઓળખ કરવામાં આવી હતી. 

CCTV ફૂટેજ આધારે પૂછપરછ કરતા PCBને જાણવા મળ્યું કે, આ આરોપી 27 વર્ષય જગનાથ ધ્રુરે છે. આરોપી છેલ્લા 5 વર્ષથી સુરતના લીંબાયતમાં રહેતો હતો. લીંબાયત વિસ્તારમાં સંચા મશીનમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સુરત પીસીબી પોલીસે ઓરિસા પોલીસને માહિતી આપતા તમામ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય