નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (CMAT) 2025 માટે રજિસ્ટ્રેશનની તારીખ લંબાવી છે. નવા શિડયૂલ પ્રમાણે વિદ્યાર્થીઓ 25 ડિસેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
સામાન્ય રીતે CMAT પરીક્ષા દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાતી હોય છે. જોકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ વખતે પરીક્ષા 25 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ માટે ગત 14 નવેમ્બર, 2024થી કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ 2025 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેની અંતિમ તારીખ 13 ડિસેમ્બર હતી. જોકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રજિસ્ટ્રેશન માટેની તારીખ લંબાવાઈ છે. વિદ્યાર્થીઓ હવે આગામી 25 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. સાથે ફી ભરવા માટે પણ અંતિમ તારીખ 25 ડિસેમ્બર રખાઈ છે. ત્યારબાદ 26 અને 27 ડિસેમ્બરે કરેક્શન વિન્ડો ખોલાશે. તેમજ પરીક્ષા 25 જાન્યુઆરી, 2025એ યોજાશે. CMAT પરીક્ષા 3 કલાકની રહેશે જોકે પરીક્ષાનો સમય આગામી સમયમાં જાહેર કરાશે. તેમજ પરીક્ષા માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં જ આપી શકાશે.