સુરત: રાંદેરના મહિડા પરિવારે પુત્રના અંગોનું દાન કરી દાખલો બેસાડ્યો

0

[ad_1]

  • બર્થ-ડેની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વરના 17 વર્ષીય તરૂણને નવજીવન મળ્યું
  • અધવચ્ચે અભ્યાસ છોડનારા તરૂણની ભણતરની આશા ફરી જીવંત બની
  • ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી દાન કરવાનો નિર્ણય લીધો હતો

રાંદેરના મહિડા પરિવારે 18 વર્ષીય બ્રેઈન ડેડ પુત્રના અંગોનું દાન કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. રાંદેરના આ યુવકના અંગદાનથી બર્થ-ડેની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વરના 17 વર્ષીય તરૂણને હૃદય દાનમાં મળી રહેતા તેને નવજીવન મળ્યું છે. હૃદયની બીમારીને કારણે અધવચ્ચે અભ્યાસ છોડનારા આ તરૂણમાં શહેરની એક હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાતા ફરી તેના અભ્યાસની આશા જીવંત બની છે.

ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી દાન કરવાનો નિર્ણય લીધો હતો

રાંદેર રોડ સ્થિત સુભાષ ગાર્ડન પાસે smc ક્વાટર્સમાં રહેતો હિરલ વિજયભાઈ મહીડા (ઉં.વ.૧૮) એલ. પી. સવાણી રોડ પર આવેલી હેર સલૂનની દુકાનમાં કામ કરતો હતો. ગત તા.29 ડિસેમ્બરની સવારે હિરલ બાઈક લઈ કામ પર જવા નીકળ્યો હતો. ત્યારે રાંદેર, રામનગર સર્કલ પાસે તેની બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ સીટીસ્કેન સહિતની તપાસ કરાવાત તેને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગત તા.30 ડિસેમ્બરે તબીબી ટીમે હિરલને બ્રેઈન ડેડ ઘોષિત કર્યો હતો. ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી હિરલના પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

અધવચ્ચે અભ્યાસ છોડનારા તરૂણની ભણતરની આશા ફરી જીવંત બની

ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, દાનમાં મળેલું લિવર ભરુચના 34 વર્ષીય યુવાન, એક કિડની સુરતના 49 વર્ષીય આધેડ, બીજી કિનડની સુરતની 61 વર્ષીય મહિલા અને બે ચક્ષુ જરૂરીયામંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. જ્યારે હૃદય અંકલેશ્વરના શ્રમજીવી પરિવારના 17 વર્ષીય તરૂણમાં શહેરની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. હૃદયની બીમારીને કારણે આ તરૂણને ધોરણ-8 પછી અભ્યાસ છોડી હતો. જોકે, હૃદય ટ્રાન્સપ્લાન્ટ બાદ ફરી તેના અભ્યાસની આશા જીવંત બની છે.

ઉલ્લેખનીય છે કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1061 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 446 કિડની 190 લિવર 8 પેન્ક્રિઆસ 43 હૃદય, 26 ફેફ્સા, 4 હાથ અને 344 ચક્ષુના દાનથી 974 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *