સુરતમાં બસના ડ્રાયવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. જેમાં ખાનગી બસના ડ્રાયવરે ચાલુ બસમાં દુષ્કર્મ કર્યું છે. પીડિત મહિલા સૌરાષ્ટ્રમાં બહેનને મળવા ગયા હતા. ત્યારે સુરત આવતી વખતે ડ્રાયવરે બસમાં દુષ્કર્મ ગુજાર્યું હતુ. પોલીસે બસ ડિટેન કરી છે જેમાં ડ્રાયવર ફરાર થયો છે.
સૌરાષ્ટ્ર જતી વખતે મહિલા અને ડ્રાયવર પરિચયમાં આવ્યા હતા
સૌરાષ્ટ્ર જતી વખતે મહિલા અને ડ્રાયવર પરિચયમાં આવ્યા હતા. જેમાં ડ્રાયવરે ચાલુ બસમાં જ મહિલા સાથે બળજબરીથી રેપ કર્યો હતો. તેમાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં કાપોદ્રા પોલીસે લક્ઝરી બસ ડિટેન કરી છે. જેમાં દુષ્કર્મ કરનાર ડ્રાયવર ફરાર થયો છે. કાપોદ્રા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. પરવત પાટિયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ એક ખાનગી બસના ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાત વર્ષના પુત્ર સાથે ગત 14 સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારૂતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી.
લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું
બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું. જો કે, તેણે ના પાડી હતી. તેમાં બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બૂક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી. રાત્રે બે વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સૂઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જો શરીર સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ. તેણે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી આપી હતી. જેમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.