લિજેન્ડ લીગ ક્રિકેટની ફાઇનલ અગાઉ રૈના અને હરભજને સુરતના કર્યા વખાણ

0

સુરતમાં આવેલા લાલભાઈ ક્રિકેટ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લિજેન્ડ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જેમાં ફાઇનલ મેચ આવતીકાલે યોજાનાર છે. ત્યારે આજે હરભજનસિંગ અને સુરેશ રૈનાએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

અર્બન હૈદરાબાદ અને મણિપાલ ટાઈગર વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. રાંચીથી શરૂ થયેલી ટુર્નામેન્ટની ફાઇનલ આવતીકાલે યોજનાર છે. ત્યારે હરભજન સિંઘે કહ્યું કે, આ અમારા માટે સન્માન અને ગૌરવની વાત છે કે, હજુ પણ લોકો અમને એટલો જ પ્રેમ કરે છે. અમારી મેચને જોવા માટે આવે છે. અહીં ખૂબ સારું ક્રાઉડ થાય છે. તથા સ્પીચ પણ એટલી જ સરસ છે. તેમને ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી રહી છે.

સુરેશ રૈનાએ કહ્યું કે, સુરતનું જમણ અને કાશીનું મરણ ખૂબ પ્રખ્યાત છે. આ કહેવતને અનુરૂપ અહીંનું જમવાનું પણ ખૂબ સારું છે. અહીંના લોકો ખૂબ મળતાવડા છે. હું ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ક્રિકેટ રમ્યો તેમાં સુરતનું ગ્રાઉન્ડ મને સૌથી બેસ્ટ લાગ્યું છે. સુરતનું ગ્રાઉન્ડ સારું છે. અહીં પીચ સારી છે. સ્ટાફ સારો છે અને રમવાની પણ ખૂબ મજા આવે છે.

એલએલસીના સીઈઓ રમણ રહેજાએ કહ્યું કે, બધી જ ટિકિટ ફાઇનલની વેચાઈ ગઈ છે. અહીંના લોકોમાં ક્રિકેટને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ત્યારે અમે ચોક્કસ આવતા વર્ષે પણ આ પ્રકારની લીગનું આયોજન કરીશું અને એમાં સુરતના ફાળે વધુ મેચ આવે તેવું રાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *