ગુજરાતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. લોકોની રજૂઆત છતાં કામ નહીં થતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટરો કામ ન કરતા હોવાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ ગ્રુપના કોર્પોરેટરોના લખાણ સાથેના ફોટા વાયરલ થતા ભારે હોબાળો મચ્યો છે.
વોર્ડ નંબર-13ના કોર્પોરેટર કામ ન કરતા હોવાના આક્ષેપ
સુરતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરના સ્થાનિક લોકો દ્વારા રોડ-રસ્તા અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતા પણ કામ ન થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વોર્ડ નંબર-13ના કોર્પોરેટર કામ ન કરતા હોવાની હૈયાવરાળ સાથેના ફોટા વાયરલ થયા છે.
કોર્પોરેટરોના ફોટા થયા વાયરલ
વોટ્સએપમાં સ્થાનિક કોર્પોરેટરોના ફોટા સાથે લખાણ જોવા મળી રહ્યું છે. વોટ્સએપમાં આ ફોટામાં કોર્પોરેટરો ક્યારે કામ કરશે તેવા સવાલ કરવામાં આવ્યા છે. રસ્તાના કામ ન થયા હોવાનો ફોટામાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા ફોટા વાયરલ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.