સુરત શહેર સામાન્ય રીતે તેના ખાણીપીણી અને લાઈફ સ્ટાઈલના શોખ પુરા કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જો કે છેલ્લા ચાર દિવસથી સુરતીઓને બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેના કોન્સર્ટનો ક્રેઝ જાગ્યો છે. અને આ કોન્સર્ટની ટિકીટ મેળવવા માટે બેથી ત્રણ ગણો ભાવ ચુકવવા પણ તૈયાર થયા છે.
તેવામાં બ્રિટશ બેન્ડના એક એક ચાહકે મુંબઈ કોન્સર્ટના બદલામાં અબુધાબીમાં યોજાનારા કોન્સર્ટની ટીકીટ ઓફર કરી છે. સાથે ત્યાં જવાની ટ્રીપ પણ ઓફર કરી છે. જેને લઈને શહેરમાં ભારે ચર્ચાનો માહોલ છે. આગામી જાન્યુઆરી મહિનામાં મુંબઈ ખાતે બ્રિટિશ બેન્ડ ‘કોલ્ડ પ્લે’નો લાઈવ કોન્સર્ટ થવાનો છે. આ મ્યુઝિક કોન્સર્ટની ટિકીટ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જેમાં બેન્ડના ઘણા ચાહકો ટિકિટથી વંચિત રહી ગયા હતા. શહેરના આવા જ એક જાણીતા ડોક્ટર પણ આ બેન્ડના ચાહક છે. જેમણે સુરતની એક યુવતી કે જેને મુંબઈના કોન્સર્ટની ટિકિટ મળી હતી. તેની પાસે ટિકીટની માંગણી કરી હતી. તેના બદલામાં વિદેશમાં યોજાનારા કોન્સર્ટની ટિકીટ ઓફર કરી દીધી હતી. આ સમયે ટિકિટનું મહત્વ નાણાકીય મૂલ્યથી ઘણું આગળ વધી ગયું છે.જાણીતા ડોક્ટરે ભારતમાં યોજાનારા કોન્સર્ટના બદલામાં અબુધાબી તેમજ કોરીયામાં યોજાનારા કોન્સર્ટની ટિકીટ પણ ઓફર કરી હતી. એટલું જ નહીં ત્યાં જવાનો જે પણ ખર્ચો થાય તે પણ ઉઠવવા તૈયારી બતાવી હતી. પોતે એક ડોક્ટર હોઈ ક્લિનિક છોડી વિદેશ ન જઈ શકે તે માટે ભારતની ટિકીટ આપી દેવા જણાવ્યું હતું. તેમ છતાં પણ યુવતી ટિકીટ આપવા તૈયાર થઈ ન હતી.