સુરતમાં ગોલ્ડ સ્મગલિંગના માસ્ટર માઈન્ડ પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે 7 જુલાઈએ જહાંગીપુરામાંથી સોનાની પેસ્ટ સાથે 4 લોકો ઝડપાયા હતા. 4 લોકો પાસેથી દુબઈથી 4.89 લાખનું સોનું પિતા-પુત્રએ મંગાવ્યાનો ખુલાસો થયો છે.
સુરતના જહાંગીપુરા વિસ્તારમાં 64.89 લાખના સોનાના સ્મગલિંગ મામલે મોટો ખુલાસો થયો છે. એસ.ઓ.જી પોલીસે ગોલ્ડ સ્મગલિંગના માસ્ટર માઈન્ડ પિતા-પુત્રને ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ, ગત 7 જુલાઈ એ SOG પોલીસે જહાંગીપુરા વિસ્તારમાંથી સોનાની પેસ્ટ સાથે 3 શખ્સો અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા. ગોલ્ડ સ્મગલિંગ મામલે દુબઇથી દાણ ચોરીનું સોનુ સુરતમાં લાવતા હતા. અગાવ પકડાયેલા આરોપી ઓ પાસે થી પકડાયેલા પિતા-પુત્રએ સોનુ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે. બને પિતા પુત્રને સુરત કામરેજ રોડ પર થી બાતમીના આધારે ઝડપી લીધા છે.
અગાઉ દુબઈથી ટ્રાવેલ બેગમાં ગુપ્ત રીતે ગોલ્ડ પેસ્ટનું લેયર બનાવી સ્મગલિંગ કરવાના પ્રકરણમાં મૌલવી બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૌલવી અબ્દુલ બેમાત આઠેક વખત દુબઇ ટ્રિપ મારી આવ્યો છે. અને સોનાની દાણચોરીના નફામાં 25 ટકા કમિશન મેળવતો હતો. મૌલવીએ સાત માસમાં જે 30 કેરિયરોને ગોલ્ડ સ્મગલિંગ માટે મોકલ્યા હતા. આ બાબતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. સુરત શહેર એસઓજીની ટીમે મૌલવીના મોસાલી સ્થિત ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન કર્યું હતું.