Surat Corporation : સુરત પાલિકાના આગામી રિવાઈઝ અને ડ્રાફ્ટ બજેટ માટે તૈયારી થઈ રહી છે તેમાં પણ સુરત પાલિકા કમિશનર વાસ્તવિક બજેટ પર ભાર મુકી રહ્યાં છે મ્યુનિ. કમિશનર તમામ વિભાગોને રિવાઈઝ ખર્ચ માટે વાસ્તવિક ચિત્ર રજુ કરવા માટે સુચના આપી રહ્યાં છે અને કામગીરીનો હિસાબ માંગી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુરત પાલિકાના 4227 કરોડનો કેપીટલ ખર્ચ રાખવામાં આવ્યો હતો તેમાંથી 1600 કરોડને ખર્ચ ક્રોસ કરી ગયો છે. અને મોટા પ્રોજેક્ટ સાથે વાસ્તવિક ખર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તે જોતાં રિવાઈઝ બજેટ કેપીટલ ખર્ચ 3300 કરોડને રાખવામા આવે અને રિવાઈઝ બજેટમાં 100 ટકા સિદ્ધિ મળે તે માટે બજેટની કવાયત થઈ રહી છે.
સુરત પાલિકા કમિશનરે બજેટ વાસ્તવિક બજેટ બની રહે તે માટે આયોજન કરવામા આવ્યું છે.