લોકોને હવે ગઠિયાઓ કોઈપણ રીતે છેતરવાનું બાકી રાખતા નથી. જેમાં લોકોને દરરોજના એક ટકા લેખે પૈસા આપીશું વળતર આપવાની લાલચ આપી 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસના ઈકો સેલ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી અને તેના સાગરીતોએ બ્લોક વોરા કંપનીમાં રોકાણનું કહી ફરિયાદી પાસે લાખો રૂપિયા 13 આઈડીમાં જનરેટ કરાવી ફરિયાદી સાથે ખેતરપિંડી કર્યું હોવાનું સામે આવ્યું હતું.
શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદી દ્વારા છેતરપિંડીની ફરિયાદ લખાવી
સુરત શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદી દ્વારા છેતરપિંડીની ફરિયાદ લખાવી હતી. જેમાં ફરિયાદીને બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોજ મુલતાની અને નીતિન જગત્યાનીના સુરતમાં એજન્ટ તરીકે કામ કરતા કાશીફ મુલતાની, એઝાઝ મુલતાની અને જાવીદ મુલતાની દ્વારા બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનમાં રોકાણ કરાવેલ હતુ. જેમાં રોજના એક ટકાથી વધુનું વળતર મળશે તેવું કહી 20 ડોલરથી લઈ 5000 ડોલર સુધીની સ્કીમોમાં અલગ અલગ 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી કુલ 51 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. બ્લોક ઓરા કંપનીની એક એક્સચેન્જ આઈડી આપેલ હતી ને તેમાં જણાવેલ કે આ આઈડીમાં કોઈન આવી ગયા છે.
આ ગુનામાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ ચાલી રહી છે
પરંતુ ફરિયાદીએ જ્યારે આ એક્સચેન્જ આઇડી ચેક કરી તો તેમાં કોઈપણ પ્રકારના કોઈન આવેલ ના હતા. જેના કારણે ફરિયાદીને શંકા જતા તેમને તાત્કાલિક ધોરણે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે 15મે 2022ના રોજથી બ્લોક ઓરા કંપનીમાં રોકાણ શરૂ કર્યું હતું. પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ મને કોઈ પણ પ્રકારનું વળતર મળેલ નથી. જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપી જાવીદ મુલતાનીની ઈકો સેલ દ્વારા ધરપકડ કરાઈ છે. અને હાલ આ ગુનામાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.